Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને ૧૫ રને હરાવ્યું

નવી દિલ્હી, દિલ્હી કેપિટલ્સે બુધવારે IPL ૨૦૨૩ની ૬૪મી મેચમાં પંજાબ કિંગ્સને ૧૫ રનથી હરાવ્યું. આ હારથી પંજાબ કિંગ્સની પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની શક્યતા ઘટી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે ૨ વિકેટે ૨૧૩ રન બનાવ્યા હતા. રિલે રુસોએ ૩૭ બોલમાં અણનમ ૮૨ રન બનાવ્યા હતા જ્યારે પૃથ્વી શૉએ ૫૪ રન ફટકાર્યા. જવાબમાં લિયામ લિવિંગસ્ટોને ૪૮ બોલમાં ૯૪ રન બનાવ્યા હતા પરંતુ પંજાબ કિંગ્સ અંતે ૮ વિકેટે ૧૯૮ રન જ બનાવી શકી હતી.  Delhi Capitals beat Punjab Kings by 15 runs

પંજાબ કિંગ્સની હારથી મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સૌથી વધુ ફાયદો થયો છે. પંજાબના ૧૩ મેચમાં માત્ર ૧૨ પોઈન્ટ છે અને તે માત્ર ૧૪ પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. મુંબઈના ૧૩ મેચમાં ૧૪ પોઈન્ટ અને RCBના ૧૨ મેચમાં ૧૨ પોઈન્ટ છે. બંને પાસે હજુ પણ ૧૬ પોઈન્ટ સુધી પહોંચવાની તક છે. જાે પંજાબ આ મેચ જીતી ગયો હોત તો તેના પણ ૧૬ પોઈન્ટ થઈ ગયા હોત. પરંતુ તેની હારથી મુંબઈ અને આરસીબીના માર્ગમાંથી એક મોટી અડચણ દૂર થઈ ગઈ છે.

પંજાબ પર દિલ્હી કેપિટલ્સનો આ વિજય ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્‌સ માટે પણ સારા સમાચાર છે. આ બંને ટીમોના ૧૩-૧૩ મેચમાં ૧૫-૧૫ પોઈન્ટ છે.

આ બંને ટીમો પોતાની છેલ્લી મેચ હાર્યા બાદ પણ પ્લેઓફમાં પહોંચી શકે છે. જાે મુંબઈ અને આરસીબી પણ ૧૬-૧૬ પોઈન્ટ સુધી પહોંચે છે તો આ બેમાંથી કોઈ એક પ્લેઓફમાં જગ્યા બનાવી લેશે. જાે મુંબઈ અને RCBમાંથી કોઈ એક ટીમ એક પણ મેચ હારે છે તો ચેન્નાઈ અને લખનૌ ૧૫-૧૫ પોઈન્ટ પર જ પ્લેઓફમાં પહોંચી જશે. એટલે કે જાે આજની મેચમાં RCB હૈદરાબાદ સામે હારશે તો ચેન્નાઈ અને લખનૌ પ્લેઓફમાં પહોંચી જશે.

અત્યારે ૧૪ પોઈન્ટ પર પણ કોઈ ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે. આ કારણે પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ રેસમાં રહી. જાે ઇઝ્રમ્ બેમાંથી માત્ર એક મેચ જીતે અને મુંબઈ તેની છેલ્લી મેચ હારે તો બંનેના ૧૪-૧૪ પોઈન્ટ હશે. પંજાબ, કેકેઆર અને રાજસ્થાન પાસે પણ ૧૪ પોઈન્ટ સુધી પહોંચવાની તક છે.

આવી સ્થિતિમાં, આમાંથી એક ટીમ સારી રન રેટ સાથે પ્લેઓફમાં પહોંચશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ની ૬૪મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને ૧૫ રનથી હરાવ્યું.

આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રિલે રુસો અને પૃથ્વી શોની જાેરદાર બેટિંગથી ૨૧૩ રન બનાવ્યા હતા, જેના જવાબમાં પંજાબ કિંગ્સ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૯૮ રન જ બનાવી શકી હતી. બંને ટીમો વચ્ચેની મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.

આ હાર સાથે હવે પંજાબ કિંગ્સ માટે પ્લેઓફની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. પંજાબ કિંગ્સને આ સિઝનમાં ૧૩ મેચમાં આ ૭મી હાર મળી છે. આવી સ્થિતિમાં, જાે તેઓ તેમની છેલ્લી લીગ મેચ જીતે તો પણ તેઓ માત્ર ૧૪ પોઈન્ટ જ મેળવી શકશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers