Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પત્ની દ્વારા કરવામાં આવેલી મજાક પતિએ ગંભીરતાથી લઇ કરી લીધા બીજા લગ્ન

રાજકોટ, પતિ-પત્ની વચ્ચેની મજાક ક્યારેક કેટલી ગંભીર સાબિત થતી હોય છે, તેની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્ની દ્વારા કરવામાં આવેલી મજાક જાે પતિ ગંભીરતાથી લઇ લે તો તેના શું પરિણામ આવી શકે? તે આ ઘટના પરથી જાણી શકાય તેમ છે. મોટાભાગની પત્નીઓ મજાકમાં તેમના પતિને કહેતી હોય છે કે, એવું હોય તો બીજી લઇ આવ. The husband took the joke made by the wife seriously and got married again

બીજા લગ્ન કરી લો. રાજકોટમાં રહેતા એક દંપતી વચ્ચે મીઠા ઝઘડો થયો હતો. જે દરમિયાન પત્નીએ તેના પતિને આ જ વાત કહી હતી. જે વાત ગંભીરતાથી લેતાં પતિએ ખરેખર બીજા લગ્ન કરી લીધા છે. એક દંપતી વચ્ચે મીઠો ઝઘડો ચાલી રહ્યો હતો. જે દરમિયાન પત્નીએ કહ્યું કે, હું સારી નથી તો બીજા લગ્ન કરી લો.

પત્નીએ મજાકમાં કરેલી આ વાતને પતિએ ગંભીરતાથી લીધી અને તે લગ્ન કરીને બીજી મહિલાને ઘરે લઇ આવ્યો હતો. આટલું જ નહીં, પતિએ બીજા લગ્ન કર્યા બાદ તેની પ્રથમ પત્નીએ કહ્યું હતું કે, મેં બીજા લગ્ન કરી લીધા છે અને હવે આપણે બધા સાથે રહીશું. જાેકે, બીજી પત્નીને પણ બધાની સાથે રહેવામાં કોઇ વાંધો નહોતો. તેણે પણ બધાની સાથે રહેવાની સહમતિ દર્શાવી હતી. પત્નીની મજાકને ગંભીરતાથી લઇને બીજા લગ્ન કરનાર પતિ ત્રણ બાળકોનો પિતા હોવાનું સામે આવ્યું છે.

આ પરિવાર મૂળ બનારસનો છે અને નોકરી ધંધા માટે રાજકોટમાં રહે છે. જ્યારે બીજા લગ્ન કરનાર પતિ કલરકામ કરે છે. આ ઘટના બાદ પીડિત મહિલા ડઘાઇ ગઇ હતી અને તેણે ૧૮૧ સમક્ષ આખી વાત માંડી હતી. હજુ તેમના છૂટાછેડા પણ થયા નથી અને પતિએ મજાકને ગંભીરતાથી લઇને બીજા લગ્ન કરી લીધા છે.

આ સમગ્ર ઘટના સામે આવતાં ૧૮૧ની ટીમે કાઉન્સેલિંગ કરતાં સફળતા મળી છે અને બન્નેને પોતાની ભૂલ સમજાઇ છે. ૧૮૧ ટીમના કાઉન્સેલિંગ બાદ હવે તે યુવતી પિતાના ઘરે પરત જવા માગતા તેના પિતાને સોંપાઇ છે. જાેકે, આ દરમિયાન ચોંકાવનારી વાત સામે આવી હતી કે, યુવતીને ખબર જ નહોતી કે યુવક પરિણીત છે. ઘરે કલરકાર કરવા આવતાં તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers