Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કેટલા ડેસિબલથી વધારે અવાજનું પ્રદુષણ ફેલાવશો તો તે સજાને પાત્ર છે -જાણો છો?

સવારે ૬ થી રાત્રે ૧૦ દરમિયાન ઔદ્યોગિક વિસ્તારમાં ૭૫, વાણિજય વિસ્તારમાં ૬૫, રહેણાંક વિસ્તારમાં ૫૫ અને શાંત વિસ્તારમાં ૫૦ ડેસિબલ નોઇઝ સ્ટાન્ડર્ડ છે. રાત્રે ૧૦ થી સવારે ૬ દરમિયાન ઔદ્યોગિક વિસ્તારમાં ૭૦, વાણિજય વિસ્તારમાં ૫૫, રહેણાંક વિસ્તારમાં ૪૫ અને શાંત વિસ્તારમાં ૪૦ ડેસિબલ નોઇઝ સ્ટાન્ડર્ડ છે.

અમદાવાદ શહેરમાં અવાજ પ્રદૂષણને અટકાવવા સંદર્ભે કેટલાક પ્રતિબંધ ફરમાવતું શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું 

અમદાવાદ શહેરમાં કોઇપણ પ્રકારની જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ જાહેર શાંતિ, સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે નિયમોને આધિન જાહેરહિતમાં રહી કૃત્યો કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

અવાજ પ્રદૂષણને અટકાવવા અંગે નામદાર સુપ્રીમ કોર્ટના વખતોવખતના ચૂકાદાના નિર્દેશો તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પર્યાવરણ વિભાગ દ્વારા પ્રસિધ્ધ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે તે મુજબ ધ્વનિ પ્રદૂષણ નિયમો-૨૦૦૦ અન્વયે ધ્વનિની માત્રાના ધોરણો મુજબ નક્કી કરવામાં આવ્યા છે તેનું ચૂસ્તપણે પાલન કરવાનું રહે છે. વિસ્તાર મુજબ નોઇઝ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે. Do you know what the punishment will be if you spread noise pollution?

સામાન્ય રીતે દિવાળીમાં ફટાકડા ફુટવાના કારણે અને તહેવારો દરમિયાન, લગ્ન પ્રસંગો, મેળાવડા દરમિયાન લાઉડ સ્પીકર, ડ્રમ, પબ્લિક એડ્રેસ સીસ્ટમના ઉપયોગની ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. રહેણાંક વિસ્તારમાં થઇ રહેલ ઔદ્યોગિક પ્રવૃત્તિ, વાહનોની અવરજવર અને હોર્ન વગાડવાને કારણે તથા બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા સાધનોને કારણે પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. Noice Pollution due to Horn and vehicles movement

આથી રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી નિયત કરવામાં આવેલા સમયમાં હોર્ન સહિત ધ્વનિ પ્રદૂષણ કરતા સાધનો વગાડવા પર પ્રતિબંધ છે. આથી હું પ્રેમ વીર સિંહ (IPS) ઇન્ચાર્જ પોલીસ કમિશનર, અમદાવાદ શહેર,  (Incharge Police Commissioner Ahmedabad City) ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૦૮/૧૧/૧૯૮૨ના નોટીફીકેશન નંબર: જીજી/૪૨૨/સી.આર.સી./૧૦૮૨/૧૦૮૦/એમ. અન્વયે જે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૨૦ નીચેની પેટા કલમ-(૧) નીચે બહાર પાડવામાં આવેલ છે

અને જેનું પુનરાવર્તન ગુજરાત સરકારના ગૃહવિભાગના તા.૦૭/૦૧/૧૯૮૯થી બહાર પાડવામાં આવેલ સંકલિત જાહેરનામા નંબર: જીજી/૬/ફકઅ/૧૦૮૮/૬૭૫૦/મ. માં થયેલ છે જેમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી, નાયબ પોલીસ કમિશનર અને સુપ્રિ.ઓફ પોલીસ (મદદનીશ પોલીસ કમિશનરશ્રીઓ)ને એકઝી. મેજી. તરીકે જાહેર કરવામાં આવેલ છે તેમજ તેઓને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૧૪૪ ના અધિકારનો ઉપયોગ કરવા ખાસ અધિકૃત કરવામાં આવેલ છે તે અધિકારની રૂએ નીચે મુજબના કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવું છું.

માઇક સીસ્ટમ ભાડે આપનાર માલિક, ભાગીદાર, સંચાલક, મેનેજર, ઇવેન્ટ મેનેજર પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરની હકુમત સિવાયના અમદાવાદ જીલ્લાના સમગ્ર મહેસુલી વિસ્તારમાં વરઘોડા, રાજયકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જગ્યામાં ઉપયોગ માટે ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઇક સીસ્ટમ ભાડે આપી શકશે નહિ.

હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવા વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઇક સીસ્ટમનો ઉપયોગ થઇ શકશે નહિ. એકબીજાને ઉશ્કેરણી થાય તેવા ગાયનો-ઉચ્ચારણોનો માઇક સીસ્ટમમાં ઉપયોગ કરવો નહિ. રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફિકને અડચણ ન થાય તથા ટ્રાફિકના તમામ નિયમો-કાયદાઓનો અમલ કરવા તેમજ નાચગાન-ગરબા જાહેરમાર્ગ રોકાઇ તે રીતે કરવા નહિ.

ડી. જે. સીસ્ટમ વગાડવા માટે જણાવ્યું તે તમામ પ્રાવધાનોનો અને જોગવાઇઓનો ઉલ્લંઘન કરતા હોય તેવું જાહેર જગ્યાએ ખુલ્લા સ્થળો પર વગાડવા પર પ્રતિબંધ છે. માઇક સીસ્ટમ વગાડવા માટેના પ્રતિબંધોમાંથી છૂટછાટ માટેની શરતો પણ છે જેને ધ્યાને લેવાની રહેશે.

આ હુકમ તા.૨૦/૦૫/૨૦૨૩ કલાક ૦૬/૦૦થી તા.૧૮/૦૭/૨૦૨૩ના કલાક ૨૪/૦૦ સુધી સુધી અમલ કરવાનો રહેશે.  આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ સને. ૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતા અનાર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર અને તેનાથી ઉપરના દરજ્જાના કોઇપણ પોલીસ અધિકારીશ્રીઓને જાહેરનામાંના ભંગ બદલ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરૂં છું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers