Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા TMT તથા FMT અને ‘ફાર્મર ફ્રેન્ડ’ને માર્ગદર્શન અપાયું

અમદાવાદના સાણંદ તાલુકા પંચાયત ખાતે યોજાઈ પ્રાકૃતિક કૃષિ મંડળની બેઠક

તાલુકા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા તેમજ પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવવા મુદ્દે ચર્ચા

પ્રાકૃતિક ખેતી થકી જમીનને કેમિકલ થી દૂષિત થતી અટકાવવા તથા ગુણવત્તા યુક્ત પાકો ફળ અને શાકભાજી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો કેન્દ્ર અને રાજ્ય સરકારનો અભિગમ છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા સ્તરે કૃષિ મંડળની રચના કરવામાં આવી છે. Guidance was given to TMT and FMT and ‘Farmer Friend’ to promote organic farming

ત્યારે આજે સાણંદ તાલુકા પંચાયત ખાતે પ્રાકૃતિક કૃષિ મંડળની બેઠક યોજાઇ હતી. તાલુકા વિકાસ અધિકારી શ્રી સપના રાજપૂતના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં TMT તથા FMT અને ‘ફાર્મર ફ્રેન્ડ’ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા તેમજ પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવવા વિષયક ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને જાગૃત કરવા પુરુષાર્થ કરી રહ્યા છે. સાથોસાથ ગુજરાત સરકારનો કૃષિ વિભાગ પણ ખેડૂતો રસાયણમુક્ત અને ગાય આધારિત ખેતી કરે તે માટે પ્રોત્સાહક યોજનાઓ થકી ખેડૂતોને એ દિશામાં વાળવા પ્રયત્નશીલ છે. ત્યારે તાલુકાકક્ષાના આવા આયોજનોથી પ્રાકૃતિક ખેતીને ચોક્કસ વેગ મળનાર છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers