Western Times News

Gujarati News

હું આખી રાત હોસ્પિટલમાં કાઢતી હતી અને તેઓ મને વહેલી સવારે શૂટિંગ માટે બોલાવતા હતા

બાવરીનો રોલ કરી ચૂકેલી મોનિકાનો વિસ્ફોટક ખુલાસો-આસિત મોદી પોતાને ભગવાન માને છે, કૂતરા જેવો વ્યવહાર થાય છે

મુંબઈ,  થોડા દિવસ પહેલા જ એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલે (Jenifar Mistry Bansiwal)  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ (Tarak Mehta ka ultah chashmah) છોડી દીધી હોવાની જાહેરાત કરી હતી. સાથે જ તેણે ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા હતા. જેનિફર મિસ્ત્રીએ શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી (Asitkumar Modi) પર શારીરિક શોષણના આક્ષેપ કર્યા હતા.

એટલું જ નહીં શોના પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે માનસિક ત્રાસ આપવાનો આરોપ મૂક્યો હતો. જેનિફર બાદ હવે વધુ એક અભિનેત્રીએ શોના મેકર્સ સામે મોરચો માંડ્યો છે. ગલતી સે મિસ્ટેક હો ગઈ’ કહેતી

અને લોકોના નામ ભૂલી જતી બાવરીએ કોઈપણ ગફલત કર્યા વિના પોતાની સાથે શોના સેટ પર થયેલા વર્તન વિશે જણાવ્યું છે. એક્ટ્રેસ મોનિકા ભદોરિયાએ ૨૦૧૯ સુધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બાવરીનું પાત્ર ભજવ્યું હતું. હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં મોનિકાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પરના માહોલ અને તેના લાંબા સમય સુધી ના ચૂકવાયેલા પેમેન્ટ વિશે વાત કરી છે.

સોનારિકાનું કહેવું છે કે, તેણે શો છોડ્યો પછી તેનું ૩ મહિનાનું ૪-૫ લાખ રૂપિયાનું પેમેન્ટ એક વર્ષ સુધી ચૂકવવામાં નહોતું આવ્યું. “મારા રૂપિયા મેળવવા માટે હું એક વર્ષ સુધી લડી છું. રાજ અનડકત હોય કે ગુરુચરણ સિંહ તેમણે દરેક આર્ટિસ્ટના રૂપિયા રોકી રાખ્યા છે. કારણ? હેરાન કરવા માટે.

તેમની પાસે રૂપિયાની કમી નથી છતાં આવું કરે છે”, તેમ સોનારિકાએ જણાવ્યું. મોનિકાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પરના દિવસોની સરખામણી નરક સાથે કરી છે. મોનિકાના મમ્મીને કેન્સર હતું અને તેમની સારવાર ચાલતી હતી એ વખતે પ્રોડક્શન હાઉસે સહેજ પણ માનવતા નહોતી દાખવી.

આ ઘટના યાદ કરતાં મોનિકાએ કહ્યું, “હું આખી રાત હોસ્પિટલમાં કાઢતી હતી અને તેઓ મને વહેલી સવારે શૂટિંગ માટે બોલાવતા હતા. હું તેમની કહેતી હતી કે હું શૂટિંગ કરી શકું તેવી માનસિક સ્થિતિમાં નથી તેમ છતાં મને આવવાની ફરજ પાડતા હતા. આવ્યા પછી પણ મારું કોઈ કામ હોતું નહીં. મને ખાલી-ખાલી બેસાડી રાખવામાં આવતી હતી.

મોનિકાના મમ્મી ગુજરી ગયા ત્યારે પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ શોક વ્યક્ત કરવાની તસ્દી પણ નહોતી લીધી. “મારી મમ્મીના અવસાન પછી હું આઘાતમાં હતી અને તેમણે મને મમ્મીના અવસાનના સાતમા દિવસે ફોન કરીને સેટ પર હાજર થવાનું કહ્યું હતું.

મેં તેમને કહ્યું કે, હાલ હું કામ કરી શકું તે સ્થિતિમાં નથી ત્યારે તેમની ટીમે મને કીધું-‘અમે તમને પૈસા આપીએ છીએ એટલે અમે ઈચ્છીએ ત્યારે તમારે આવીને ઊભું રહેવું પડશે. પછી ભલે તમારી મમ્મી કે ગમે તે વ્યક્તિ એડમિટ હોય.’ મારી પાસે સેટ પર જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

હું દરરોજ ત્યાં જઈને રડતી હતી. બીજી તરફ તેમની હેરાનગતિ તો ચાલુ જ હતી. તેઓ મને કોલ ટાઈમના એક કલાક પહેલા સેટ પર બોલાવી દેતા હતા. એ સેટ પર ગુંડાગીરી ચાલતી હતી. આસિત મોદી કહેતા હતા કે હું ભગવાન છું”, તેમ મોનિકાએ ઉમેર્યું હતું. શોના સેટ પરના ખરાબ વર્તનથી મોનિકા ત્રાસી ગઈ હતી અને તેણે શો છોડવાનો ર્નિણય કરી લીધો હતો. તેણે વાત આગળ વધારતા કહ્યું, “મેં કહ્યું કે, મારે એવી જગ્યાએ કામ જ નથી કરવું જ્યાં જઈને એવું લાગે કે આનાથી વધારે સારી તો આત્મહત્યા છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.