Western Times News

Gujarati News

અલાઈફ સાબુનું નવું ટીવીસી કેમ્પેઈન ‘ખુબસુરતી કા જાદૂ’ લોન્ચ 

ટીવી જાહેરાતને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પણ પ્રસારિત કરાશે

અમદાવાદ,  દેશની સૌથી મોટી ફૂડ અને FMCG કંપનીઓ પૈકી એક અદાણી વિલ્મર લિમિટેડે અલાઈફ સાબુ માટે નવું ટીવી કમર્શિયલ લોન્ચ કર્યું છે.

‘અબ ચલેગા ખુબસુરતી કા જાદૂ’ જેવું રસપ્રદ શિર્ષક ધરાવતી આ ટીવીસીની સંકલ્પના એચસીએફ દ્વારા કરાઈ છે, જ્યારે તેનું નિર્દેશન જાણીતા નિર્દેશક અને એડ-ફિલ્મમેકર રેન્સિલ ડીસિલ્વાએ કર્યું છે. આ ટીવી કમર્શિયલ ઉત્તમ ગુણવત્તા સાથે કિફાયતી કિંમતે સુંદરતા પ્રદાન કરતા સાબુની વાત પર ભાર મુકે છે.  Adani Wilmar’s quirky new TVC campaign promotes Alife Soap’s ‘Khoobsurati ka Jadoo’

આ ટીવી કમર્શિયલની સ્ટોરી અલાઈફ સાબુનો વપરાશ કરવાથી સૌંદર્ય પ્રાપ્ત કરતી યુવતીઓની આસપાસ છે. જાહેરાતમાં પ્રોડક્ટની ઉત્કૃષ્ટ ગુણવત્તા અને મૂલ્યના શ્રેષ્ઠ વળતરના માધ્યમથી ગ્રાહકોમાં તે નોંધપાત્ર આકર્ષણનું કેન્દ્ર બની હોવાની બાબતને વિશેષરૂપે રજૂ કરાઈ છે.

વધુને વધુ લોકો નિહાળી શકે તે માટે આ ટીવીસી અભિયાનને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પ્રસારિત કરવામાં આવશે. તે ભારતના મધ્ય, પૂર્વ અને ઉત્તરીય પ્રદેશોમાં બીટીએલ અભિયાન પણ ચલાવશે. બ્રાન્ડની વધુ સારી વીઝીબીલીટી માટે તે રાજ્યોમાં ઉજવાતા ખાસ તહેવારો અને ગ્રાઉન્ડ એક્ટિવેશનને ધ્યાનમાં લેવામાં આવશે.

ટીવીસી અભિયાનને લોન્ચ કરતાં અદાણી વિલ્મરના માર્કેટિંગ અને સેલ્સ વિભાગના એસોસિયેટ વાઈસ પ્રેસિડેન્ટ વિનીથ વિશ્વંભરને જણાવ્યું હતું કે ‘મુંદ્રા સ્થિત અત્યાધુનિક ખાદ્યતેલ અને રિફાઈનિંગ ધરાવતો અદાણી વિલ્મર પ્લાન્ટ દેશના સૌથી મોટા સોપ નૂડલ્સ ઉત્પાદન સુવિધા ધરાવે છે.

અલાઇફ સાથે તે અપસ્ટ્રીમ વેલ્યુ-એડેડ પર્સનલ કેર પ્રોડક્ટ્સ માટે શ્રેષ્ઠ ગુણવત્તાનો કાચો માલ પૂરો પાડે છે. ઉચ્ચ ગુણવત્તા અને કિફાયતી કિંમતને કારણે અલાઈફ સાબુને ગ્રાહકોનો અપ્રતિમ પ્રતિસાદ મળ્યો છે. જેને કારણે અત્યંત ટૂંકાગાળામાં તે રૂ. 150 કરોડ કરતાં પણ વધુ મૂલ્યની બ્રાન્ડ બની ગઈ છે.’

“શરૂઆતમાં મધ્ય અને પૂર્વ ભારતમાં લોન્ચ થયેલી આ બ્રાન્ડે ગુણવત્તા, કિફાયતી કિંમત અને વિશિષ્ટ સુગંધને કારણે ભારે સંખ્યામાં ગ્રાહકો વિકસાવ્યા છે. AWL હવે ‘ખુબસુરતી કા જાદુ’ની અસરને પ્રસ્તુત કરતી જાહેરાત અને માર્કેટિંગ અભિયાન સાથે અલાઇફ સોપ રેન્જને સમગ્ર ભારતમાં લોન્ચ કરે છે.”

અલાઇફ સાબુ 100 ગ્રામ અને 58 ગ્રામના બંડલ પેકમાં ઉપલબ્ધ છે, જેમાં ગ્લિસરિન સાબુની સાથે લાઇમ, રોઝ, સેન્ડલ અને લીલીનો સમાવેશ થાય છે. કંપની ઉચ્ચ ગુણવત્તાની કન્ઝ્યુમર ગૂડ્ઝ પ્રોડક્ટ્સના પોર્ટફોલિયો વધારવાની આગેકૂચ કરી રહી છે જેમાં આ નવું ટીવી કમર્શિયલ લોન્ચિંગ અદાણી વિલ્મર માટે અસરકારક પગલું છે.

જાહેરાતના ડિરેક્ટર અને ફિલ્મમેકર રેન્સિલ ડીસિલ્વાએ જણાવ્યું હતું  “બ્યુટી કેટેગરીમાં ભાગ્યે જ કોઈ એવી સ્ક્રિપ્ટ જોવા મળે છે કે જેમાં તમામ જરૂરિયાતો પૂર્ણ થતી હોય. અલાઈફની સ્ક્રિપ્ટમાં એ તમામ જોવા મળે છે. સાબુના કારણે યુવતીઓની સુંદરતામાં થયેલી અભિવૃદ્ધિને જોઈને જે લોકો સ્તબ્ધ થઈ જાય છે તે બાબત મને અસર કરી ગઈ હતી. ફિલ્મ નિર્દેશન કરવાનો મને ખૂબ જ આનંદ આવ્યો’ .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.