Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બ્રહ્માકુમારીઝ દ્વારા ‘નશા મુક્ત ભારત અભિયાન’ પ્રોજેક્ટનું સમગ્ર ગુજરાતમાં આયોજન

(પ્રતિનિધિ) પાલનપુર, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા બ્રહ્માકુમારીઝ સંસ્થા અને તેના મેડિકલ પ્રભાગ સાથે યુવા, મહિલા અને વિદ્યાર્થીઓને નશા/વ્યસનથી જાગૃત કરવાના ઉદ્દેશ્યથી આગામી ત્રણ વર્ષ માટે ‘નશા મુક્ત ભારત અભિયાન’ માટે તા.૪ માર્ચ, ૨૦૨૩ના રોજ નવી દિલ્હીમાં સ્ર્ંેં કરવામાં આવેલ.

જેનો ‘રાષ્ટ્રીય શુભારંભ’ આપણાં ગરવી ગુજરાતના માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ૧૯ માર્ચ ૨૦૨૩ના રોજ બ્રહ્માકુમારીઝ મુખ્યાલય, શાંતિવન-આબુરોડ, રાજસ્થાન ખાતે કરવામાં આવેલ.

‘નો ટોબેકો ડે’ – તા.૩૧ મે, ૨૦૨૩ના રોજ બ્રહ્માકુમારીઝના સેવાકેન્દ્રો દ્વારા સમગ્ર ગુજરાતમાં આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં મંત્રીશ્રી/માન. સંસદ સભ્યશ્રી/ધારાસભ્યશ્રી/ કોર્પોરેટરશ્રી અથવા નગરપાલિકા/કોર્પોરેશન/જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતના અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

આ વિષય પર મુખ્ય પ્રવચન, પ્રતિજ્ઞા-સંકલ્પ, નશા પર કવિતા/નાટિકાની પ્રસ્તુતિ તથા વ્યસન છોડેલ રાજયોગી ભાઈ/બહેનનો અનુભવ અને મહેમાનોના ઉદબોધન સાથે વિશેષ રાજયોગ અનુભૂતિ સૌને કરાવવામાં આવશે અને નશો/વ્યસન છોડવા માટે વિશેષ પ્રેરક બળ સર્વ નાગરિકોને પૂરું પાડવામાં આવશે.

ગુજરાતના દરેક નગર અને શહેરના યુવક મંડળો અને યુવા સંસ્થાઓ, સ્કૂલ/કોલેજ/કોચિંગ ક્લાસીસ, રોટરી, લાયન્સ, જેસીસ જેવી સામાજીક સંસ્થાઓ,સરકારી કચેરીઓ, ફેકટરી, ઇન્ડસ્ટ્રીઝ તથા જાહેર સંસ્થાઓ/સંગઠનો, દવાખાના/ હોસ્પિટ્‌લ્સ તથા બગીચાઓમાં આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

નશા મુક્તિ વિષય પર સ્લોગન/નારા, શોર્ટ વીડીયો દ્વારા પણ લોકોને જાગૃત કરવામાં આવશે. વ્યસન કુંડમાં તમાકુ, ગુટકા, બીડી, સિગારેટ, દારુ, ડ્રગ્સનું દાન નગરજનો દ્વારા લેવામાં આવશે અને તેઓ તેને માટેના ‘પ્રતિજ્ઞા’ કરશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers