Western Times News

Gujarati News

કાલુપુર ચોખા બજારમાં ચોરીના કેસમાં ક્રાઈમ બ્રાંચે બેને ઝડપ્યા

અમદાવાદ: શહેરના કાલુપુરમાં આવેલા ચોખા બજારમાં ચોરી મામલે શહેર ક્રાઈમ બ્રાન્ચે આજે બે આરોપીઓની ધરપકડ કરી હતી. જા કે, બંને આરોપીઓની પૂછપરછ દરમ્યાન કેટલીક ચોંકાવનારી અને રસપ્રદ હકીકત પણ સામે આવી હતી. કાલુપુર ચોખા બજારમાં ચોરી કરવા માટે આ બંને આરોપીઓ પ્લેનમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમબ્રાંચે આરોપી હાકમ કાંઠાત અને એમ.બી શિવાની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જા કે, આ કેસમાં હજુ અન્ય આરોપીઓ ફરાર હોઇ પોલીસે ગેંગના અન્ય આરોપીઓને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે.

પોલીસ તપાસમાં એવી પણ વાત સામે આવી હતી કે, આરોપીઓ જુદાજુદા રાજ્યોમાં ચોરી કરવા માટે હવાઈ માર્ગે જતા અને ચોરીને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે. ચોરીને અંજામ આપતા પહેલા બંને આરોપીઓએ કાલુપુર ચોખા બજારની રેકી કરી હતી. હોટલમાં રોકાયા બાદ ચોરી કરવા ચોખા બજાર ગયા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાકમ રૂસ્તમ કાઠાત (ઉં.વ.૨૧) (રહે. લસાણી-૧, દેલવાડા (રૂરલ), બ્યાવર, જિ.અજમેર રાજસ્થાન) અને શીવા બૈરપ્પા રેડ્ડી (ઉં.વ.૨૬)(રહે. ૪૩૩ ફસ્ટ ક્રોસ, ૩ મેઈન રોડ એનજી એફ લોવેટર, નાગરબાવી, મલ્લાતલ્લી બેંગ્લોર)ની ધરપકડ કરી લીધી હતી. પોલીસે બંને પાસેથી રૂ. ૭૩૫૦ રોકડ, લોખંડનું ખાતરીયું અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.