Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નકલી નોટોના કેસમાં બે આરોપીને ૧૦-૧૦ વર્ષની કેદ

(એજન્સી)અમદાવાદ, ૧.પર લાખની બનાવટી ચલણી નોટોના ચકચારભર્યા કેસમાં અત્રેની એનઆઈએ સ્પેશીય કોર્ટ દ્વારા બે આરોપીઓને ૧૦-૧૦ વર્ષની કેદની સજા અને ૧૦ હજાર દંડ ફટકાર્યો છે. આ સાથે જ સ્પે એનઆઈએ કોર્ટે ચુકાદામાં નોધ્યુું હતું કે, ગંભીર પ્રકારનો કેસ છે. આરોપીઓના કૃત્યને કારણે દેશના અર્થતંત્ર પર અસર પડે છે.

આખોય કેસ પુરવાર થાય છે ત્યારે દયા ન દાખવી શકાય. એનઆઈએ ૧.પર લાખની બનાવટી ચલણી નોોટ સાથે સંજય મોહનભાઈ દેવાલીયા અને તાહીર ઉર્ફે કાલીયાને ઝડપી લીધા હતા. ત્યારબાદ બંને આરોપીઓને સામે સ્પે.એનઆઈએ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી.

જેમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે, આરોપી સંજય દેવાલીયા ફલાઈટ મારફતે કોલકતા આવ્યો હતો અને ત્યાંથી ટ્રેન મારફતે ન્યુે ફસ્કા પહોચ્યા હતો. જયાં તા.૧૭-૧૦-ર૦૧૮ના રોજ તેણે તાહીરને રૂા.ર૦ હજાર આપી બદલામાં બોગસ ચલણી નોટો ખરીદી હતી. જયારે આ કેસમાં સંડોવાયેલા સંજય દેવાલીયાની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

બંને આરોપીઓ પાસેથી ર હજારની દરની ૧.પર લાખની ચલણી નોોટો મળી આવી હતી. કેસની તપાસ દરમ્યાન એનઆઈએએ આરોપીઓના વોઈસ સેમ્પલ ટેસ્ટ મોબાઈલ રેકોર્ડ બનાવટી ચલણી નોટો અને અન્ય દસ્તાવેજી પુરાવા એકત્રીત કરી કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે સંજય અને તાહીરને ૧૦ વર્ષ કેદની સજા ફટકારી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers