Western Times News

Gujarati News

સંજેલીના તરકડા મહુડી ગામે એક જ પરિવારના છ સભ્યોની હત્યા

મરનારની યાદી : ભરતભાઇ કડકિયાભાઇ પલાશ ઉ ૪૦ સામી બેન ભરતભાઈ પલાશ ૪૦ દીપિકાબેન ભરત પલાશ ૧૨ હેમરાજ ભરત પલાશ ૧૦ દીપેશ ભરત પલાશ ૮ રવિ ભરત પલાશ ૬ આમ દીપિકા અને હેમરાજ ધોરણ ચારમાં અભ્યાસ કરતા હતા અને દીપેશ ધોરણ બેમાં અભ્યાસ કરતા હતા ગામની શાળામાં અભ્યાસ કરતા હતા બાળકો ભણવામાં હોંશિયાર હતા

પ્રતિનિધિ, સંજેલી: સંજેલી તાલુકાના તરકડામહુડિ ગામે એક જ પરિવારના ૬ સભ્યોની ગળું કાપી હત્યા થઇ હોવાની ઘટનાને લઇ સામૂહિક હત્યાકાંડની જિલ્લા સહિત રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે આ જ પરિવારના એક ઈસમ મોરબીમાં ટ્રેન નીચે કપાયો હોવાની જાણ થતાં પરિવારને જાણ કરવા જતાં ઘર આંગણે જ ગળું કપાયેલી લાશ જોતાં લોકો ચોંકી ઉઠ્‌યા હતા પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી છ લાશ પીએમ અર્થે દાહોદ ખસેડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકાના તરકડામહુડી ગામે વિક્રમભાઈ ચુનીલાલ પલાશ ની મોરબી ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયો હોવાની સંજેલી પોલીસને માહિતી મળી હતી જેની સંજેલી પોલીસ દ્વારા નેનકી ગામના સરપંચને ૨૮ મીને ગુરુવારની રાત્રીએ અકસ્માતમાં મોત બાબતે જાણ કરી હતી ત્યારે નેનકી ગામના સરપંચ મહેન્દ્રભાઇ પલાશ દ્વારા તરકડામહુડી ગ્રામજનોને મોરબી લાશ લેવા માટે જવાની જાણ કરી હતી જ્યારે ગ્રામજનો આ પરિવારની કુટુંબના ભરતભાઇ પલાશને જાણ કરવા જતાં ભરતના ઘરે સામૂહિક હત્યાકાંડ થયો જણાતાં ચકચાર મચી ગઈ હતી આ બનાવની પોલીસને જાણ કરાતા ૈખ્ત જp ડોગસ્કવોડ સહિતનો પોલીસ કાફલો ધારાસભ્ય તાલુકા સભ્ય પાર્ટી પ્રમુખ પ્રાંત અધિકારી મામલતદાર સહિત ઘટના સ્થળ આવી પહોંચ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એક જ કુટુંબના છ સભ્યોનું ગળું કાપી હત્યા થઇ હોવાનું જણાઇ આવ્યું હતું

જેમાં પતિ પત્ની ત્રણ બાળકો એક પુત્રીનો સમાવેશ થાય છે તમામ છ સભ્યોના તીષ્ણ હથિયારથી ગળા કાપી હત્યા થઇ હોવાનું જણાયું છે પોલીસે હાલ તમામ લાશનો કબજો મેળવી પીએમ અર્થે દાહોદ ખસેડાઇ હતી હત્યા કોણે કરી કયા કારણોસર કરી કેમ કરવામાં આવી તે દિશા તરફ તપાસ હાથ ધરી છે.
આ પરિવારનો વિક્રમ પલાશની ગુરુવારે રાત્રે અગિયારના અરસામાં મોરબી રેલવે ટેક પરથી ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેની પાસેથી ૬ઃ૩૭ સંતરામપુર થી અમદાવાદ બસ ટિકિટ તેમજ એક કાગળમાં તેનું આખું એડ્રેસ લખેલું મળી આવ્યું છે.

મરનાર પરિવારના ઘરમાં કેલેન્ડરમાં સત્તાવીસ મી નવેમ્બર બુધવાર સુધીની તારીખનું ડાયરી જોવા મળી હતી જેથી કહી શકાય કે ગુરૂવાર પહેલા આ હત્યાકાંડ સર્જાયો હોય તેવું પ્રજામાં ચર્ચાઇ રહ્યું છે જ્યારે બે દિવસ પહેલા આ પરિવાર દ્વારા પોતાના ખેતરમાં મકાઈને પાણી પણ પીવડાવવામાં આવ્યું હતું તેમજ ડાંગર પણ કાપવામાં આવી હતી જે ડાંગર કાપી દાતરડું પણ એક ઝાડ પર ખોસેલુ નજરે પડે છે .

આ મરણ જનાર બંને પરિવારમાં હવે ફક્ત તેની માં જ રહી હોવાનું જણાઇ રહ્યું છે જ્યારે ભરતની માતા છેલ્લા દસેક દિવસથી બહારગામ મજૂરીએ જતી રહી હોવાનું જણાયું છે આ તમામ સભ્યો ઘરે રહેતા હતા અને ખેત મજૂરી કરતા હતા છોકરાઓ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે વિક્રમની માતા પોતાના પિયરમાં આગલે દિવસે જતી રહી હતી

મોરબી ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા વિક્રમ પલાશની ઉંમર ચાલીસ વર્ષની અને કુંવારો હતો અને તેના ઘરે એસી વર્ષે માતા સાથે રહેતો હતો તે કોઈ પણ જગ્યાએ મજૂરી અર્થે બહારગામ જતો ન હોવાની અને ઘરે જ રહેતો હોવાની લોકોમાં ચર્ચાયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ બનાવની હકીકત એવી છે કે વિક્રમ ચુનીલાલ પલાશની લાશ મોરબી ખાતે ટ્રેન અકસ્માતમાં થઇ હોવાની સંજેલી પોલીસને જાણ થતાં સંજેલી પોલીસે નેનકી સરપંચ મહેન્દ્રભાઇ પલાશને જાણ કરી હતી જ્યારે મહેન્દ્રભાઇ સવારમાં ગ્રામજનોને બોલાવી લાશ લેવા જવા માટેની જાણ કરી હતી અને મુખ્યમંત્રીના પ્રોગ્રામમાં જવા રવાના થયા હતા જે બાદ ગ્રામજનોએ ભરતના ઘરે ગયા હતા જ્યાં ઘરની બહાર ઓસરીમાં ભરત અને તેની જોડે બાળક અને પત્ની અને તેની જોરે બાળક ચારે જણાના ગળા કપાયા હોવાનું જણાવ્યું હતું જ્યારે દરવાજો ખોલતા ઘરમાં પલંગ પર બે બાળકની લાશ મળી આવી હતી જેની જાણ સરપંચને જણાવતા
સરપંચ તાત્કાલિક ઘટના તળે આવી ગયા હતા અને વધુ માહિતી માટે પોલીસને જાણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.