Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

શેર બજારમાં ખોટ જતાં યુવતિએ બનાવ્યો લૂંટનો પ્લાન

પ્રતિકાત્મક

રાળગોન ગામે લૂંટ કરવા અંગે યુવતિ સહિત ત્રણની ધરપકડ

તળાજા, બે દિવસ પહેલા વહેલી સવારે તળાજાના રાળગોન ગામની બે મહિલાઓને ઈકો કારમાં બેસાડી સોનાના દાગીનાની લૂંટ ચલાવનાર યુવતી સહિત ત્રણ એક સમયે ગરીબ વ્યક્તિઓની સેવા કરતા હતા

પણ શેરબજારમાં રૂ.ર૦ લાખની ખોટ જતા લૂંટના રવાડે ચડી ગયા હતા. After losing in the stock market, the young woman made a robbery plan,  તળાજા પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા જેલમાંથી મહુવાના જાદરા ગામના રહેવાસી અને તળાજા ખાતે ગાંધીજીના બાવલા સામે કોમ્પલેક્ષમાં આઝાદ નામે સ્ટુડિયો ચલાવતા પ્રકાશ નાનજી મકવાણા અને તેની સાથે રહેતી

એલએલબીનો અભ્યાસ કરતી મહુવાના વાસી તળાવ રહેવાસી જાનવી કુંદનભાઈ ચૌહાણ તથા મોટા જાદરા ગામના રહેવાસી અનિલ ભરતભાઈ ભાલિયનો આજે કબ્જાે મેળવ્યો છે. લૂંટના રવાડે શા માટે ચડયા તેના સવાલના જવાબમાં આરોપીઓએ કબુલ્યું હતું કે પ્રકાશ મકવાણાને શેર માર્કેટમાં ખોટ ગઈ હતી રૂ.ર૦ લાખનું દેવું થઈ ગયું હતું

આ દેવું ભરપાઈ કરવા માટે પોતાની સાથે રહેતી જાનવી અને મિત્રો અનિલ તાથ માખણીયા ગામના એક કિશોર સાથે લૂંટનો પ્લાન કર્યો હતો. લૂંટ કરવા માટે ઈકો કાર લઈને જુનાગઢ તરફ ગયા હતા ત્યાં મહિલા મુસાફરને કારમાં બેસાડી હતી પરંતુ તે સમયે હિંમત ચાલી ન હતી પરંતુ દેવું ચુકવવા માટે લૂંટ કરવી જ એક રસ્તો હોય ફરી પાછા મક્કમ ઈરાદા ધરાવીને પ્રથમ ખુટવડા પંથકમાં અને બાદ તળાજાના રાળગોન ગામે અંજામ આપ્યો હતો.

જાે આ ટોળકીને પકડી પાડવામાં વરતેજ પોલીસ સફળ થઈ ન હોત તો જયાં સુધી દેવું ચુકવવાની રકમ એકઠી થઈ ન હોત ત્યાં સુધી લુંટને અંજામ આપવાનો મક્કમ ઈરાદો બનાવ્યો હતો મુખ્ય આરોપી પ્રકાશ મકવાણા બે સંતાનનો પિતા હોવા છતાંય અહીં સ્ટુડિયો બનાવીને આ યુવતી સાથે રહેતો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers