Western Times News

Gujarati News

100 કરોડની જમીનના નકલી દસ્તાવેજાે બનાવવામાં મદદ કરનાર ૩ની ધરપકડ

વડોદરામાં દંતેશ્વર કસબાની સરકારી જમીન ઉપર શરતફેર અને બિન ખેતીના ખોટા દસ્તાવેજ બનાવાયા હતા

વડોદરા, વડોદરામાં દંતેશ્વર કસ્બાની વાઘોડીયા રોડ ડીમાર્ટની પાછળ આવેલી સો કરોડની કિમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજાે બનાવી તેના ઉપર પોતાનોન આલીશાન બંગલો ઉપરાંત ડુપ્લેક્ષની સ્કીમ મુકનાર ભુમાફીીયા સંજયસિંહ પરમાર

અને ટોળકીને સરકારી જમીનના બનાવટી-બોગસ દસ્તાવેજાે બનાવવામાં મદદ કરનાર સીટી સર્વે કચેરીના ત્રણ કર્મચારીઓની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. માંજલપુર ખાતે આવેલ સીટી સર્વે કચેરીના ત્રણ કર્મચારીઓની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. માંજલપુર ખાતે આવેલ સીટી સર્વે કચેરીના તાત્કાલીક મેન્ટેનન્સ સર્વેયર સીરસ્તેદાર તથા નિવૃત્ત જુનીયર કલાર્કની આ પ્રકરણમાં સંડોવણી ખુલ્લી હતી.

આ અંગે વધુ માહિતી જાેવામાં આવે તો વડોદરા જીલ્લા કલેકટર તંત્ર દ્વારા વાઘોડીયા રોડની સરકારી જમીનના માલીકી તરીકેનો બોગસ દસ્તાવેજાે તૈયાર કરી ડુપ્લેક્ષની સ્કીમ મુકવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવતા ભુમાફીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

કરોડોની કિમતની આ સરકારી જમીન ઓળવી જવાની પ્રયાસ કરનારા ત્રણ ભુમાફીયાઓ સંજયસિંહ બચુસિંહ પરમાર મહીજી રાઠોડ બંને રહે. ડીમાર્ટ પાછળ વ્હાઈટ અને દસ્તાવેજાે કરી આપનાર શાંતાબેન ઉર્ફે ગજરાબેન રાઠોડે રહે. રાવતપુરા કાબરોલ ગામ વાઘોડીયા સામે પોલીસે ફરીયાદ કરવામાં આવી હતી.

આ બહુચચીત પ્રકરણમાં વડોદરા મહાનગર પાલીકાના ટાઉન પ્લાનીગ વિભાગના તથા સીટી સર્વે કચેરીના કર્મચારીીઓની પણ સંડોવણી ખુલી હતી. જેમાં પાલીકાના કર્મચારીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. સીટી સર્વેની કચેરીમાં સરકારી જમીનના ધારણકર્તા માલીક તરીકે નામ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી હતી.

તેની સાથે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીગ વિભાગનું એફ-ફોર્મ પણ રજુ કરવામાં આવ્યું હતું. આ આખા પ્રકરણમાં ભુમાફીયાઓને મદદ કરવામાં સીટી સર્વે માંજલપુર કચેરીના તાત્કાલીક મેન્ટેનસ સર્વેયર તુષાર પ્રકાશચંદ્ર મોદી સીરેસ્તેદાર રાકેશકુમાર ચંદ્રશંકર ઉપાધ્યાય તથા નિવૃત્ત જુનીયર કલાર્ક ભગવતીપ્રસાદ કરશનભાઈ લીમ્બચીયા નામ ખુલ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.