Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પાડોશી મહિલાએ જ ફેક આઈડી બનાવી મહિલાના ફોટા અને લખાણ વાયરલ કર્યા

સાયબર ક્રાઈમની તપાસમાં નજીકના વિસ્તારની મહિલાનું નામ ખુલ્યું હતું

મહેસાણા, ખેરાલુમાં વેપારીની પત્નિની ઈન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી બિભત્સ લખાણ સાથે ફોટા વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. ગત ૧પમીએ પત્નિના શરમજનક ફોટા વાયરલ થયા અંગેની જાણ મિત્રએ કરતા પતિ ચોંકી ગયા હતા.

neighbor made the fake ID and made the woman’s photos  viral

આ અંગે બદનામીનો ભોગ બનનાર મહિલાના પતિએ આ કૃત્ય બદલ મહેસાણા ખાતે સાયબર ક્રાઈમ પોલીસ મથકે અરજી આપી હતી જેમાં તપાસ દરમિયાન તેમના રહેણાંક વિસ્તારની જ એક મહિલાએ ફેક આઈડી બનાવી હોવાનું બહાર આવ્યું હતું. ફેક આઈડી બનાવી બિભત્સ લખાણ સાથે ફોટા વાયરલ કરનાર મહિલા સામે ખેરાલુ પોલીસે ગુનો નોંધી કાર્યવાહીહાથ ધરી હતી.

ખેરાલુમાં બે નાના બાળકો સહિત પરિવાર સાથે રહેતા વેપારીને ત્રણ દિવસ અગાઉ તેમના મિત્રનો ફોન આવેલ અને તેણે જણાવ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામમાં તમારી પત્નીના નામે ફેક આઈડી બનાવી કોઈએ બિભત્સ લખાણ સાથે ફોટા વાયરલ કર્યા છે.

આ વાત સાંભળી ભોગ બનનાર મહિલાના પતિ મિત્ર પાસે દોડી ગયા હતા અને તેમણે પોતાની આંખે મોબાઈલમાં પત્નિના બિભત્સ ફોટા અને લખાણ જાેતા ચોંકી ઉઠયા હતા. આ મામલે તેઓએ મહેસાણા ખાતે આવેલી સાયબર ક્રાઈમ પોલીસ મથકે અરજી આપી ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં ભોગ બનનાર મહિલાના નામની ઈન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી તેણીના બિભત્સ લખાણ સહિત ફોટા વાયરલ કરી બદનામ કરનાર બીજુ કોઈ નહી પરંતુ તેમના જ રહેણાંક વિસ્તારમાં દુર્ગા હોટલની પાછળ આવેલી તિરૂપતિ ગ્રીન સોસાયટીમાં રહેતી કિષ્ણા ઉગવાનદાસ પંડીત નામની મહિલા હોવાનું બહાર આવ્યું હતું.

આ અંગે ભોગ બનનાર મહિલાના પતિએ તેણીને ઠપકો આપતાં આરોપી મહિલાએ તેના બાળકને જાનથી મરાવી નાખવાની ધમકી આપી હતી. ઉપરોકત ઘટના અંગે ખેરાલુ પોલીસે ઈન્સ્ટાગ્રામ ફેક આઈડી બનાવી બિભત્સ લખાણ અને ફોટા વાયરલ કરનાર મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers