Western Times News

Gujarati News

આ કારણસર પાપુઆ ન્યુ ગીનીના વડાપ્રધાને નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કર્યા

વડાપ્રધાન વિદેશ પ્રવાસના અંતિમ તબકકામાં સીડની: ઓસી. વડાપ્રધાન પણ ખુદ સ્વાગત માટે પહોંચ્યા- જી-7 દેશોની બેઠકને સંબોધન: બાઈડન-સહિત વૈશ્વિક નેતાઓ સાથે સીધો સંવાદ

ફિજીનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપાયું

નવી દિલ્હી: જી-20ની શિખર પરિષદ અને બાદમાં ભારત-પેસીફીક સંમેલન અને હવે દ્વીપક્ષી શિખર બેઠક માટે ઓસ્ટ્રેલિયાના સીડની પહોંચેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અનેક વિશ્વ નેતાઓ સાથેની બેઠકમાં વિશ્વમાં ચાલી રહેલા વિવિધ સંઘર્ષ-યુદ્ધો તથા આર્થિક સહિતના તનાવોનો ઉકેલ ડાયલોગ્સ-(સંવાદ) અને ડિપ્લોમસી (રાજદ્વારી પ્રયાસો)માં જ છે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું.

શ્રી મોદીને આ વિધાન રશિયા-યુક્રેન યુદ્ધની દક્ષિણ ચીન સમુદ્રમાં વધતા જતા તનાવ ભરી હતો તથા તેઓએ ભારત અને ચીન વચ્ચે પુર્વીય સરહદે જે ઘર્ષણની સ્થિતિ છે. તેને પણ આડકતરી રીતે ઉલ્લેખ કર્યો હતો. જાપાનના ઐતિહાસિક નહેર હિરોશીમા વડાપ્રધાન શ્રી મોદી અમેરિકાના પ્રમુખ જો બાઈડનની યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીને મળ્યા હતા

તથા આ બેઠકને સંબોધીત કરતા જણાવ્યું કે વિશ્વની હાલની સ્થિતિ બદલવા માટે કોઈ એક તરફી નહી સામુહિક પ્રયાસોની જરૂર છે. શ્રી મોદીએ આ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ તથા આંતરરાષ્ટ્રીય કાનુનમાં પણ બદલાવની આવશ્યકતા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કી સાથેની બેઠકમાં યુદ્ધ સમાપ્તી માટે ભારતના પ્રયાસોની ખાતરી આપી હતી.

શ્રી મોદી જી-7 દેશોની બેઠકમાં છવાયા હતા. હાજર દરેક રાષ્ટ્ર વડાઓ તેઓને મળવા આતુર હતા. બાદમાં તેઓ જાપાનથી સીધા પેસીફીક ટાપુ પાપુઆ ન્યુ ગીની પહોંચ્યા જયાં પોર્ટ મોરેસ્લીમાં પ્રોટોકોલ તોડીને પણ મોદીનું સ્વાગત કરાયુ હતું. આ દેશમાં સુર્યાસ્ત બાદ આવતા મહેમાનોનું સતાવાર સ્વાગત થતુ નથી પણ મોદી માટે આ દેશના વડાપ્રધાન જેમ્સ માફાએ ખાસ વિમાની મથકે પહોંચ્યા અને મોદીના ચરણસ્પર્શ કર્યા હતા.

શ્રી મોદીએ આ સૌજન્યથી ભાવવિભોર થયા અને ટવીટ કર્યુ કે હું આ પળ હંમેશા યાદ રાખીશ. શ્રી મોદીએ અહી સંયુક્ત બેઠકને સંબોધતા કહ્યું કે ભારત માટે તમારો દેશ એક નાનો ટાપુ નથી પણ બાદનો પેસીફીક મહાસાગર ભારતને તમારી સાથે જોડે છે. શ્રી મોદીને અહી ફિજી દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન પણ અપાયું હતું.

પાપુઆ ન્યુ ગીનીના વડાપ્રધાને ભાવવિભોર થતા જણાવ્યું કે કોરોનાકાળમાં અમો જેઓને મિત્ર માનતા હતા તે દેશો સાથે આવ્યા નહી. પણ ભારતે અમોને દરેક સંભવ સહાયતા કરી હતી.

શ્રી મોદીની આ મુલાકાત વ્યુહાત્મક દ્રષ્ટિએ મહત્વની છે. ચીન પેસીફીક સમુદ્રમાં તેની વગ વધારી રહ્યું છે તો મોદી અહી નાના રાષ્ટ્રોને મિત્ર બનાવીને ચીન સામે નવો વ્યુહ અપનાવી રહ્યો છે. બાદમાં શ્રી મોદી ઓસ્ટ્રેલિયામાં સીડની પહોંચ્યા હતા જયાં ઓસીના વડાપ્રધાન એન્થની અબ્બાની જે તેમનું સ્વાગત કર્યુ હતું. જયાં કવાડ બેઠક બાદ હિન્દુ પ્રશાંત સમુદ્રમાં સુરક્ષા મુદે વાટાઘાતો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.