Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આગામી મહામારી માટે અત્યારથી રહો તૈયાર : WHO

નહીં તો પછી કશું નહીં થઈ શકે : WHO ચીફ

આગામી મહામારીને રોકવા માટે અગાઉથી વાતચીત કરવા અને તૈયારીને આગળ વધારવા માટે આ યોગ્ય સમય છે

WHOએ કહ્યું કે તારીખ ૩૦મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કોવિડને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી.

નવી દિલ્હી,  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ૭૬મી એસેમ્બલી સ્વિત્ઝર્લેન્ડના જીનીવામાં શરૂ થઈ ગઈ છે. તે જીવન બચાવવા, તમામ માટે આરોગ્ય સંબંધિત ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વર્ષે WHOની ૭૫મી વર્ષગાંઠ છે. ૧૦ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં સંસ્થાના વડા ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે કહ્યું કે આગામી મહામારીની તૈયારી અત્યારથી જ શરૂ કરવી પડશે. Prepare now for next pandemic: WHO

જાે તે અત્યારે નહીં થાય તો તે ફરી ક્યારેય નહીં થઈ શકે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દેશોના સુધારા, ભંડોળ વધારવા અને આગામી મહામારી માટે તૈયારી કરવા પર દબાણ કરી રહ્યું છે. તાજેતરમાં જ WHO દ્વારા કોવિડ-૧૯ પર જાહેર કરાયેલી કટોકટીની સ્થિતિનો અંત આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે તે હવે મહામારી નથી. ઘેબ્રેયસસે કહ્યું કે, ‘જાે આપણે જે ફેરફાર કરવાના છે તે નહીં કરીએ તો કોણ કરશે?

જાે અત્યારે કોઈ ફેરફાર નહીં થાય તો ક્યારે થશે?’ તેમણે કહ્યું કે આગામી મહામારીને રોકવા માટે અગાઉથી વાતચીત કરવા અને તૈયારીને આગળ વધારવા માટે આ યોગ્ય સમય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસને લઈને દુનિયાને મોટી રાહત આપી છે.

WHOએ કોવિડ વિશે મોટી જાહેરાત કરી અને કહ્યું કે કોવિડ હવે પબ્લિક ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી રહી નથી. આ અંગેનો ર્નિણય ઈમરજન્સી કમિટીની ૧૫મી બેઠકમાં લેવામાં આવ્યો હતો. WHOએ કહ્યું કે છેલ્લાં એક વર્ષમાં કોવિડના કેસોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને પબ્લિક ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીમાંથી કોરોનાને દૂર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સંગઠને કહ્યું કે કોરોનાની એટલી મોટી અસર થઈ કે શાળાથી લઈને ઓફિસો બંધ રહી.

આ સમય દરમિયાન ઘણા લોકો તણાવ અને ચિંતામાંથી પસાર થયા હતા. તેણે વિશ્વની અર્થવ્યવસ્થા પર પણ અસર કરી. WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસે કહ્યું કે વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સીમાંથી કોરોનાને દૂર કરવાનો અર્થ એ નથી કે કોવિડ ખતમ થઈ ગયો છે. હજુ પણ નવા વેરિએન્ટ આવી રહ્યા છે. ss1

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
Exit mobile version