Western Times News

Gujarati News

હવે અમદાવાદના એરપોર્ટ પર પાર્કિગ ચાર્જ ચૂકવવા રાહ જોવી નહીં પડેઃ ફાસ્ટેગથી ચૂકવી શકાશે

અમદાવાદ એરપોર્ટ પર ફાસ્ટેગ આધારિત પાર્કિંગ શરૂ કરનાર ICICI એકમાત્ર બેંક

આઈસીઆઈસીઆઈ બેંકે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફાસ્ટેગ આધારિત પાર્કિંગ પેમેન્ટ સુવિધા શરૂ કરી – વપરાશકર્તાઓ હવે પાર્કિંગ ચાર્જીસ ડિજિટલી અને સરળ રીતે ચૂકવી શકે છે

અમદાવાદ: આઈસીઆઈસીઆઈ બેંકે (ICICI Bank) જાહેરાત કરી છે કે તેણે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai International Airport) પર પાર્કિંગ માટે ફાસ્ટેગ (Parking Fastag) આધારિત ચુકવણી સક્ષમ કરી છે. આ સુવિધા કોઈપણ બેંકના ફાસ્ટેગ વપરાશકર્તાઓને પાર્કિંગ ચાર્જ ડિજિટલ રીતે અને કોન્ટેકલેસ પ્રકારે ચૂકવવાની સુવિધા આપે છે,

જેના પરિણામે પાર્કિંગ ઝોનમાં વાહનોની અવરજવર ઝડપી બને છે. પાર્કિંગ ઝોનમાં સ્થાપિત સ્કેનર્સ વાહનની વિન્ડસ્ક્રીન પર લગાવેલ ફાસ્ટેગ વાંચે છે, પ્રવેશનો/બહાર નીકળવાનો સમય રેકોર્ડ કરે છે અને પાર્કિંગ ચાર્જ ઓટોમેટિકલી કપાઈ જાય છે.

અમદાવાદ એરપોર્ટ પર ફાસ્ટેગ સુવિધા શરૂ કરનાર આઈસીઆઈસીઆઈ બેંક એકમાત્ર બેંક છે. આ ભાગીદારી પર બોલતા, આઈસીઆઈસીઆઈ બેંકના હેડ – ક્રેડિટ કાર્ડ્સ, પેમેન્ટ સોલ્યુશન્સ અને મર્ચન્ટ ઇકોસિસ્ટમ શ્રી સુદીપ્તા રોયે જણાવ્યું હતું કે “અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગ માટે ફાસ્ટેગ આધારિત પેમેન્ટ રજૂ કરવામાં અમને આનંદ થાય છે. આ સુવિધા વપરાશકર્તાઓના સમયની બચત કરીને અને રોકડ પર નિર્ભરતા ઘટાડીને તેમની સુવિધામાં સુધારો કરશે.

2013માં મુંબઈ-વડોદરા કોરિડોર પર ફાસ્ટેગ લોન્ચ કરનારી અમે દેશની પ્રથમ બેંક બન્યા હતા. ત્યારથી, અમે વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગોના ટોલ પ્લાઝા અને એરપોર્ટ, મોલ્સ, બિઝનેસ હબ અને દેશભરના ટેક પાર્કમાં પાર્કિંગ પર ચૂકવણી માટે ફાસ્ટેગનો ઉપયોગ કરવાની પહેલ કરી છે. વધુમાં, અમે ઇંધણ સ્ટેશનો પર સુવિધા રજૂ કરી છે જેથી વપરાશકર્તાઓ ઇંધણ, ટોલ અને પાર્કિંગ માટે ચૂકવણી માટે એક ટેગનો ઉપયોગ કરવાનો ટ્રિપલ લાભ મેળવી શકે.

આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકો બેંકની ડિજિટલ ચેનલો જેમ કે ઇન્ટરનેટ બેંકિંગ, iMobile Pay એપ, InstaBIZ એપ, Pockets એપનો ઉપયોગ કરીને અથવા નજીકની શાખાની મુલાકાત લઈને ફાસ્ટેગનો લાભ લઈ શકે છે.

અન્ય બેંકોના ગ્રાહકો પણ બેંકની વેબસાઇટ (www.icicibank.com/fastag), ટોલ પ્લાઝા પર આઈસીઆઈસીઆઈ બેંક ફાસ્ટેગ સેલ્સ ઓફિસની મુલાકાત લઈને આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ફાસ્ટેગ ખરીદી શકે છે. યુઝર્સ UPI અને NEFT પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ફાસ્ટેગ ઓનલાઈન પૈસા રિલોડ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.