Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કેટરીનાની ડુપ્લીકેટનો ફોટો જાેઈને વિક્કી પણ માથું ખંજવાળતો થઈ જશે

અલીના રાય ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે, જ્યાં તેણી ઘણાં પ્રકારનાં વીડિયો અને ફોટો શેર કરતી રહે છે

મુંબઈ,તમે બોલિવૂડ સેલેબ્સના ઘણાં હમશક્લ જાેયા હશે. પરંતુ, કેટરીના કૈફની ડુપ્લીકેટ અલીના રાયને જાેઈને કોઈનું પણ માથું ચકરાઈ જશે. હકીકતમાં, અલીના રાય અને કેટરીના કૈફની શક્લ સાથે એટલી મળે છે કે તેઓ જુડવા જ લાગે છે. કેટરીનાના પતિ વિક્કી કૌશલ પણ ચોંકી જશે. Alina rai Katrina Kaif Duplicate

અલીના રાય બિલકુલ કેટરીના કૈફ જેવી જ દેખાય છે. ફિલ્મ નિર્માતાઓએ પોતાની પોપ્યુલારિટીનો લાભ લીધો. તેણી ૨૮ એપ્રિલે રિલીઝ થયેલી ફિલ્મ રોશમાં મિથુન ચક્રવર્તીના દીકરા મિમોહ ચક્રવર્તી સાથે જાેવા મળી છે. તે પહેલા લખનૌ જંક્શનમાં પણ જાેવા મળી હતી. તેણી બાદશાહના મ્યુઝિક વીડિયો કમાલમાં પણ જાેવા મળી હતી. દર્શકો દ્વારા તેને ખૂબ જ પ્રેમ પણ મળી રહ્યો છે.

કેટરીના કૈફની જેવી દેખાવાને કારણે અલીના રાયની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ છે. તેણી ટિકટોક દ્વારા પહેલીવાર લોકોની નજરમાં પોપ્યુલર થઈ હતી. જ્યાં તેણી પોતાના વીડિયો પોસ્ટ કરતી હતી.

અલીનાના ઈન્સ્ટાગ્રામ પર ૧૦ લાખ ફોલોઅર્સ છે. અલીના રાય ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. જ્યાં તેણી ઘણાં પ્રકારનાં વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.

લોતો તેના ફોટો પર કોમેન્ટ કરીને જણાવે છે કે, તેણી કેટરીના કૈફની જેવી દેખાય છે. અલીનાની એક પોસ્ટ પર તેના ફેનએ લખ્યું છે કે, ‘તમે બિલકુલ કેટરીના કૈફ જેવી લાગે છે.

અલીના રાયએ એક ઈન્ટરવ્યૂમાં કહેવામાં આવ્યું હતું કે, તેણી પોતાના અને કેટરીનાની વચ્ચે સમાનતા નથી જાેતી. તેણીએ કહ્યુ, “અમે બંને અલગ-અલગ વ્યક્તિત્વ ધરાવે છે. મને વિશ્વાસ છે કે લોકો સમય સાથે તેનું સન્માન કરશે.

હું ડોપલગેંગર શબ્દને લઈને અસહજ છું. ફક્ત એક જેવી દેખાવાને કારણે અમને જજ ન કરવું જાેઈએ. આપણાં બધામાં દેખાવ સિવાય પણ ઘણું બધું છે. કેટરીના કૈફની વાત કરે, તો તેણી આગામી ફિલ્મ ‘ટાઈગર ૩’માં જાેવા મળશે જે આ વર્ષે દિવાળીના મોકા પર રિલીઝ થશે. ૩૯ વર્ષની એક્ટ્રેસે ૨૦૨૧માં વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યા હતાં. ૩૫ વર્ષના વિક્કી હવે ‘સૈમ બહાદુર’માં જાેવા મળશે. જેને આ જ વર્ષે ૧ ડિસેમ્બરે રિલીઝ કરવાની યોજના છે.ss1

Copyright © All rights reserved. | Developed by Aneri Developers