Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

“ઓસ્ટ્રેલિયામાં સ્ટેજ પર મોદીને જે આવકાર મળ્યો હતો તેટલો સ્પ્રિન્ગસ્ટીનને મળ્યો ન હતો”

સિડનીના કુડોસમાં કરાયું પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત-ઓસ્ટ્રેલિયાના PM અલ્બાનીઝે વડાપ્રધાન મોદીને ‘BOSS’ કેમ ગણાવ્યા જાણો છો?

પ્રધાનમંત્રી મોદીનું સિડનીમાં કુડોસ બેંક એરેના ખાતે પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની આલ્બાનીસે સિડનીમાં કોમ્યુનિટી ઇવેન્ટમાં જણાવ્યું હતું. “છેલ્લી વખત મેં આ સ્ટેજ પર બ્રુસ સ્પ્રિન્ગસ્ટીનને જોયા હતા (અમેરિકન ગાયક અને ગીતકાર) અને વડાપ્રધાન મોદીને જે આવકાર મળ્યો હતો તે તેમને મળ્યો ન હતો. વડા પ્રધાન મોદી બોસ છે,” (Prime Minister Modi is Boss)

બ્રુસ ફ્રેડરિક જોસેફ સ્પ્રિન્ગસ્ટીન એક અમેરિકન ગાયક અને ગીતકાર છે. તેણે છ દાયકાની કારકિર્દી દરમિયાન 21 સ્ટુડિયો આલ્બમ્સ બહાર પાડ્યા છે, જેમાંથી મોટાભાગના તેના બેકિંગ બેન્ડ, ઇ સ્ટ્રીટ બેન્ડને દર્શાવે છે.

તેઓ હાર્ટલેન્ડ રોકના પ્રણેતા છે, જે એક શૈલી છે જે મુખ્ય પ્રવાહના રોક સંગીતને કાવ્યાત્મક અને સામાજિક રીતે ગીતો સાથે જોડે છે જે કામદાર-વર્ગના અમેરિકન જીવન વિશેની કથા કહે છે. તેઓનું હુલામણું નામ “ધ બોસ” (The Boss) તે ચાર કલાકથી વધુ સમય સુધી ચાલે તેવા પર્ફોર્મન્સ સાથે તેના ગીતો અને દમદાર કોન્સર્ટ માટે જાણીતા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. તેઓ સિડની ખતે કુડોસ બેંક એરિના સ્ટેડિયમમાં કાર્યક્રમમાં જોડાવા જઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જોડાય તે પહેલાં આ સ્ટેડિયમમાં અનેક રંગારંગનાં કાર્યક્રમો અને પર્ફોર્મન્સ સિડનીનાં રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જેનાં તમામ વીડિયો વાયરલ થઈ રહ્યાં છે.

PM મોદી જનસંબોધન કરવા સ્ટેડિયમમાં પહોંચે તે પહેલાં સ્ટેડિયમ સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે જેમાં નૃત્યકારો ગરબા અને અન્ય પારંપરિક નૃત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિને સિડનીની ધરતી પર પ્રચલિત કરી રહ્યા છે.

PM મોદી ભારતીય મૂળના 20 હજારથી વધુ લોકોને સંબોધન કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું- હું 9 વર્ષ પછી ફરી એરેના આવ્યો છું. મેં છેલ્લા પ્રવાસ દરમિયાન, એવું વચન આપ્યું હતું કે ઓસ્ટ્રેલિયાને ફરી કોઈ ભારતીય પીએમ સાથે મુલાકાત કરવા માટે 28 વર્ષ રાહ જોવી પડશે નહીં. મોદીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાને ભારત માટે ઘણો પ્રેમ છે. મારા આવા ઉષ્માભર્યા સ્વાગત માટે તમારો ખૂબ ખૂબ આભાર.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના બે દિવસના પ્રવાસે છે. થોડીવારમાં મોદી સિડનીના ઓલિમ્પિક પાર્કમાં ભારતીય મૂળના 20,000થી વધુ લોકોને સંબોધન કર્યુ હતું. આ કાર્યક્રમ માટે લોકોને ટ્રેનો અને ખાનગી ચાર્ટર દ્વારા સિડની લાવવામાં આવ્યા હતા, જેને મોદી એરવેઝ અને મોદી એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું હતું.

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers