Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, અમદાવાદ દ્વારા બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

પશ્ચિમ રેલવે મહિલા સંગઠન, અમદાવાદ દ્વારા ન્યૂ રેલવે કોલોની સાબરમતી ખાતે બાળકો માટે 08 મે 2023થી 22 મે 2023 સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકોએ ડ્રોઇંગ, પેઇન્ટિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, મ્યુઝિક, ડાન્સ, યોગ અને ઇનડોર તથા આઉટ ડોર ગેમ્સમાં ભાગ લીધો. A summer camp for children was organized by Western Railway Women Welfare Association, Ahmedabad

પશ્ચિમ રેલવે મહિલા સંગઠન અમદાવાદ સંગઠનનાં અધ્યક્ષા શ્રીમતી ગીતિકા જૈનના નેતૃત્વમાં યોજાયેલ આ સમર કેમ્પમાં ચાર વર્ષથી લઇને ચૌદ વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધો, જેમાં બાળકોએ ઉનાળાની રજાઓનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો અને પોતપોતાની આવડત દર્શાવી.

આ કેમ્પમાં બે ગ્રૂપ – ચારથી આઠ વર્ષના અને આઠથી ચૌદ વર્ષના બાળકોના બનાવવામાં આવ્યાં. જેમાં બાળકોએ ડ્રોઇંગ, પેઇન્ટિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, મ્યુઝિક અને ડાન્સમાં પોતપોતાની પ્રતિભા દર્શાવી.

સંગઠનનાં અધ્યક્ષા શ્રીમતી ગીતિકા જૈને 22 મે 2023ના રોજ તમામ બાળકોને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી ગૌરવાન્વિત કર્યાં. શ્રીમતી ગીતિકા જૈને બાળકોની કલા પ્રત્યેની સમર્પણ ભાવના, તેમની નિષ્ઠા અને મહેનતની પ્રશંસા કરતાં આનંદ વ્યક્ત કર્યો અને પોતાના રચનાત્મક કૌશલ્યને આગળ વધારવા માટે જણાવ્યું. આ કાર્યક્રમ દરમિયાન સંગઠનના તમામ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers