Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

૧૦૮ની ટીમની પ્રશંસનીય કામગીરી-મહિલાની રોડ પર પ્રસૂતિ કરાવી

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાતમાં આકસ્મિક પરિસ્થિતિમાં જીવાદોરી સમાન ૧૦૮ની સેવાથી રાજ્યના તમામ નાગરિકો વાકેફ છે. અકસ્માત, કુદરતી કે કૃત્રિમ આફતો વખતે માનવ જીવોના સંરક્ષણ માટે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા ખુબ ઝડપી અને સંજીવની સમાન મનાય છે.

ત્યારે વિરમગામ ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક સ્થળ પર જ મહિલાની ડિલિવરી કરાવી બાળક અને માતાનું જીવન બચાવ્યું હતું.વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ઊભેલી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનને ઇમરજન્સી કોલ મળતા જ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

આ સ્થળ વિરમગામ-માંડલ રોડ પર આવેલું હતું તથા આસપાસમાં કોઈ હોસ્પિટલ પણ આવેલ નહોતી પરંતુ એમ્બ્યુલન્સના પાયલોટ અજીતભાઈ ચાવડાએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને જાેયું કે ગર્ભવતી મહિલાના બાળકનું માથું બહાર આવી ગયું હતું.

આ બાબતે ૧૦૮ના ઈસ્‌ અને ૧૦૮ના પાયલટ અજીતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, અમને કંટ્રોલ રૂમમાંથી વિરમગામ-માંડલ રોડ પર આવેલ ધાકડી ગામની આગળ શક્તિ જિનિંગના ગેટ પાસેના લોકેશન પરથી ઈમરજન્સી કોલ મળ્યો હતો ત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ખેતરમાંથી ગર્ભવતી મહિલાને રોડ પર લાવવામાં આવી.દર્દી મહિલાને તપાસતા જાેવા મળ્યું કે, બાળકનું માથું બહાર આવી ગયેલ છે. ત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં અમારે એમ્બ્યુલન્સમાં લીધા વગર રોડ પર જ ડિલિવરી કરાવવાનો ર્નિણય લીધો જે ખૂબ જ પ્રશંસનીય છે.

ગુજરાતમાં વર્ષ ૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી. આ ૧૦૮ની નિઃશુલ્ક સેવા આજે રાજ્યમાં આપાતકાલીન સ્થિતિમાં સંજીવની સમાન ગણાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૦૦થી વધુ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત-દિવસ કાર્ય કરે છે.

૧૦૮ના સ્ટાફે કર્તવ્ય નિષ્ઠા એવી ઉત્તમ રીતે નિભાવી છે કે આજે પણ ગુજરાતના કોઇ પણ ખૂણે આરોગ્યની મુસીબતની પળોમાંથી પસાર થઇ રહેલા લોકોને સંકટની ઘડી એ જ્યારે ઘરના આંગણે તાબડતોડ ૧૦૮ આવીને ઊભી રહે ત્યારે રાહતનો અહેસાસ થાય છે અને દિલમાંથી શબ્દો નીકળે છે કે હાશ ! ૧૦૮ આવી ગઈ હવે વાંધો નહીં આવે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers