Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઉલ્ટા ચશ્મામાં કોઈ પણ એકબીજા સાથે નથી કરતું વાત

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા કેટલાક એપિસોડથી મજા ન આવી રહી હોવાની ફરિયાદ દર્શકો કરી રહ્યા છે. કેટલાક તો તેને તાત્કાલિક બંધ કરવાની પણ માગ કરી રહ્યા છે. મેકર્સ માટે આ મુસીબત ઓછી નહોતી ત્યાં ૧૫ વર્ષથી રોશનભાભીના પાત્રમાં જાેવા મળેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલે લગાવેલા આરોપોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

તેણે ગત અઠવાડિયે પ્રોડ્યૂસર આસિત કુમાર મોદી પર શારીરિક શોષણનો ચોંકાવનારો આક્ષેપ લગાવ્યો હતો તો પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ હેડ જતીન બજાજ ઘણા સમયથી તેને મેન્ટલી ટોર્ચર કરતાં હોવાનું કહ્યું હતું. જે બાદ જૂની બાવરી એટલે કે મોનિકા ભદોરિયા તેના સમર્થનમાં આવી હતી અને આસિત મહિલા કલાકારો સાથે કૂતરાની જેમ વર્તન કરતાં હોવાનો દાવો કર્યો હતો. તો રિટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજાએ આસિતે તેને માખીની જેમ શોમાંથી બહાર ફેંકી હોવાનું કહ્યું હતું.

એક બાદ એક કલાકારોએ મેકર્સની પોલ છતી કરતાં હાલ TMKOCના સેટ પર હાલ કેવો માહોલ છે તે સામે આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર હાલ માતમનો માહોલ થવાયો છે. કોઈના ચહેરા પર ખુશી દેખાતી નથી, કોઈ એકબીજા સાથે વાત કરવું નહીં, બસ માત્ર એકબીજા સામે જાેયા કરે છે. બાકી તો અત્યારસુધી તો સેટ પર ખૂબ જ અવાજ થતો હતો, ટાઈમિંગ, ડેટ અને કોર્ડિનેશનની વાતો થતી હતી.

આ સિવાય રિપોર્ટ પ્રમાણે, હાલ જે કંઈ સ્થિતિ સર્જાય છે તેમાંથી બહાર કેવી રીતે આવવું તે માટે ચેનલ મીટિંગ પણ કરી રહ્યું છે જાે કે હજી સુધી કોઈ ઉકેલ મળ્યો નથી. સોનાલિકા જાેશી, અંબિકા રંજનકર, દિલીપ જાેશી, અમિત ભટ્ટ, તનુજ મહાશબ્દે તેમજ શ્યામ પાઠક સહિતના ઘણા કલાકારો એવા છે, જેઓ શરૂઆતથી શો સાથે જાેડાયા છે, પરંતુ મીડિયા સામે ખુલીને બોલવા માટે આગળ આવી રહ્યા નથી. ત્યારે સવાલ એ છે કે, શું તેઓ પોતાની નોકરી બચાવવા પ્રયાસ કરી રહી છે કે પછી મિસિસ મિસ્ત્રી જે કંઈ કરી રહી છે તેમાં તેમને વિશ્વાસ નથી આવતો.

આસિત કુમાર મોદી સાથે માથાકૂટ થયા બાદ TMKOC શો છોડનારા કલાકારોનું લિસ્ટ ઘણું લાંબુ છે. જેમાંથી શૈલેષ લોઢાએ ગત વર્ષની શરૂઆતમાં અચાનક આ ર્નિણય લીધો હતો અને ત્યારથી થોડા-થોડા દિવસે સોશિયલ મીડિયા પોસ્ટ થકી પ્રોડ્યૂસર પર વ્યંગ કરતાં રહે છે.

ગુરુ ચરણ, જે રોશનના રોલમાં હતો તેણે પેમેન્ટ મોડું મળતું હોવાના કારણે શોમાંથી અલવિદા લેવાનો ર્નિણય લીધો હતો. આ સિવાય નેહા મહેતા, જે અંજલીભાભીના રોલમાં હતી, તે શોમાંથી ગઈ તેને ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો છે તેમ છતાં હજી ૫૦ લાખનું બાકીનું મહેનતાણું ન ચૂકવ્યું હોવાની ચર્ચા છે.

દયાભાભી ઉર્ફે દિશા વાકાણી મેટરનિટી લીવ પર ગઈ ત્યારથી પરત ફરી નથી. તેણે પેમેન્ટમાં વધારો કરવા અને અનુકૂળ વર્ક શિડ્યૂલની ડિમાન્ડ કરી હતી, જે મેકર્સ સ્વીકારી નહોતી. શો સાથે ઘણા વિવાદ જાેડાયા છે પરંતુ ચેનલ તેને કોઈ પણ ભોગે બંધ કરવા તૈયાર નથી કારણ કે, સોનાના ઈંડા આપતી મરઘીને કોણ મારે?SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers