Western Times News

Gujarati News

અમદાવાદઃ પોલીટીકલ ટાંકીઓનું શહેર: ‘રાજકીય હઠ’ ને સંતોષવા માટે કરોડોનો ખર્ચ

2020-21માં 420 કરોડ અને 2021-22માં 515 કરોડનો ખર્ચ કર્યો –

એક ટાંકી પાછળ અંદાજીત 24 કરોડનો ખર્ચ જે 2018-19માં 10 કરોડની આસપાસ હતો

મ્યુનિ. કોર્પો.માં કરોડો રૂપિયા વેડફાઈ રહયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે-અમદાવાદમાં સુરત કરતા લગભગ પાંચ ઘણી ટાંકીઓ હોવા છતાં પાણીની સમસ્યા કાયમી બની ગઈ છે.

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, રાજયના સુરત શહેરને ફલાય ઓવર સીટી તરીકે ઓળખવામાં આવે છે હવે ધીમે ધીમે અમદાવાદની ઓળખ પણ ‘પાણીની ટાંકી’ના શહેર તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે શહેરમાં નાગરિકોની જરૂરિયાતોને બદલે કોર્પોરેટરોની ડિમાન્ડ મુજબ ટાંકીઓ બની રહી છે

જેના કારણે જ જરૂરિયાત કરતા વધુ ટાંકીઓ હોવા છતાં પાણીની સમસ્યા જાેવા મળી રહી છે. જેના માટે વહીવટી તંત્ર કરતા શાસક પક્ષ વધારે દોષિત હોવાનું માનવામાં આવે છે. અમદાવાદ શહેરમાં દૈનિક ૧ર૦૦ થી ૧૩૦૦ એમ.એલ.ડી. પાણીની જરૂરિયાત સામે ૧પ૦૦ એમ.એલ.ડી. પાણી સપ્લાય કરવામાં આવી રહયા હોવાના દાવા કરવામાં આવી રહયા છે

પરંતુ તંત્ર દ્વારા જે ટાંકીઓ બનાવવામાં આવી છે તે પૈકી અંદાજે ર૦ ટકા જેટલી ટાંકીઓ પુરી ભરાતી પણ નથી તેમજ પુરતા પ્રમાણમાં નેટવર્ક પણ તૈયાર ન હોવાથી પાણી સપ્લાય અને પ્રેશરમાં પણ સમસ્યા જાેવા મળી રહી છે. મ્યુનિ. કોર્પો.માં માત્ર ‘રાજકીય હઠ’ ને સંતોષવા માટે જ કરોડો રૂપિયા વેડફાઈ રહયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

શહેરમાં હાલ રર૧ જેટલા વોટર ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર છે તેમજ ર૦ જેટલા નવા વોટર ડીસ્ટ્રીબ્યુશનના કામ ચાલી રહયા છે તેમજ બજેટમાં રજુ કરવામાં આવેલ કામોની ગણતરી કરીએ તો લગભગ દોઢ-બે વર્ષમાં પાણીની ટાંકીઓની સંખ્યા રપ૦ જેટલી થઈ જશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક સામાન્ય સર્વે મુજબ એક વ્યક્તિને દૈનિક ૧પ૦ લીટર પાણીની જરૂરિયાત રહે છે જાે આ મુજબ ગણતરી કરવામાં આવે તો અમદાવાદ શહેરની ૭ર લાખની વસતી (મ્યુનિ. ગણતરી મુજબ) માટે રોજ ૧૦૮૦ લીટર પાણીની જરૂરિયાત રહે છે એક વોટર ડીસ્ટ્રીબ્યુશન સેન્ટરમાંથી પ૦ હજાર નાગરિકોને પાણી સપ્લાય થઈ શકે છે

તેથી શહેરમાં વસતીની ગણતરી મુજબ જાેવામાં આવે તો ૧૪૪ ટાંકીની જરૂરિયાત છે જેની સામે હાલ રર૦ ટાંકી કાર્યરત છે તેમજ નવી ર૦ બની રહી છે. ર૦૧૮-૧૯ થી ર૦રર-ર૩માં રૂા.૧૦૦૦ કરોડના ખર્ચથી ૪૬ નવા વોટર ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર મનપા દ્વારા બનાવવામાં આવ્યા છે.

આમ દર વર્ષે નવા ૪ થી પ નવા વોટર ડીસ્ટ્રીબ્યુશનનું લોકાર્પણ થાય છે તેટલી જ સંખ્યામાં ખાતમુહુર્ત થાય છે આ તમામ ટાંકીઓ માત્રને માત્ર કોર્પોરેટરો કે ધારાસભ્યોની જીદ સંતોષવા માટે જ બનાવવામાં આવતી હોવાના સીધા આક્ષેપ થઈ રહયા છે.

શહેરમાં મોટી સંખ્યામાં બની રહેલી પાણીની ટાંકીઓ માટે વારંવાર બદલાતા સિમાંકન પણ જવાબદાર છે. એક ટર્મમાં કોઈ એક ટાંકી એક વોર્ડમાં બનાવવામાં આવે છે ત્યારબાદ બીજી ટર્મમાં સીમાંકન ફેરફાર થતાં તે ટાંકી બીજા વોર્ડમાં જાય છે

આમ ચુંટણી વોર્ડમાં ફેરફાર થવા સાથે જ પાણીની ટાંકીઓનો પણ વોર્ડ બદલાય છે જેના કારણે ચુંટણી બાદ સીમાંકનમાં થતા ફેરફારને કારણે કોર્પોરેટરો તેમના નવા મત વિસ્તારમાં નવી ટાંકી બનાવવા આગ્રહ રાખે છે તેવી જ રીતે નેટવર્કના કામ ઝોન લેવલેથી થતા હોવાથી બીજા વોર્ડ કે ઝોનમાં નેટવર્ક નાંખવામાં ન આવે તે માટે પણ રાજકીય દબાણ થતા રહે છે.

શહેરમાં પાણીની ટાંકીના કમાન્ડ એરિયા માટે હજી પણ અશમજસની સ્થિતિ છે તેથી પાણીની સમસ્યાનો ઉકેલ માત્ર ટાંકીઓ બનાવવાથી જ આવશે તેમ માનવું યોગ્ય નથી. સુરત શહેરમાં પણ ૭ર લાખની વસતી મુજબ ગણતરી કરીને સ્થાનિક તંત્ર કામ કરી રહયું છે

તેમ છતાં સુરતમાં માત્ર ૪૬ ટાંકીઓ જ બનાવવામાં આવી છે તથા ત્યાં સ્ટેગડ સીસ્ટમથી પાણી સપ્લાય કરવામાં આવી રહયંુ છે જેની સામે અમદાવાદમાં સુરત કરતા લગભગ પાંચ ઘણી ટાંકીઓ હોવા છતાં પાણીની સમસ્યા કાયમી બની ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.