Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

૧૦ વર્ષની છોકરીએ પોતાના દાદીને બચાવવા માટે દીપડા સાથે બાથ ભીડી

૧૦ વર્ષની છોકરીની ગજબની બહાદુરી

ચંપાને છોડ્યા બાદ દીપડાએ નજીકમાં એક બકરીનો શિકાર કર્યો હતો અને તેને ઝાડ પર લઈ જઈને ફાડી ખાધી હતી

વડોદરા, ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા નામની એક કવિતા ખૂબ જ જાણીતી છે, જેમાં હીરબા નામની ૧૪ વર્ષની છોકરીએ બહાદુરી દાખવીને સાવજને ભગાડ્યો હતો. હાલમાં દાહોદમાં પણ આ જ કવિતાને યાદ અપાવતો કિસ્સો બન્યો હતો. મંગળવારે મોડી રાતે દાહોદના એક અંતરિયાળ ગામમાં બે મિનિટ સુધી આ યુદ્ધ ચાલ્યું હતું, વન વિભાગના અધિકારીઓએ પણ હિરણ ચૌહાણની હિંમતના વખાણ કર્યા હતા, જેણે દીપડાનો સામનો કર્યો હતો અને દાદીનો જીવ બચાવવામાં સફળ રહી હતી. A 10-year-old girl fought with a leopard to save her grandmother

‘હિરલ, જે પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે, તે લીમખેડા તાલુકાના પાડા ગામમાં તેના ઘર બહાર ૫૯ વર્ષીય દાદી ચંપા ચૌહાણની બાજૂમાં ઊંઘતી હતી. એક દીપડો મહિલાની પાસે આવ્યો હતો અને તેમના માથાને જડબામાં દબાવી દીધું હતું. ચંપાએ પીડામાં ચીસો પાડતાં તેમની પૌત્રી જાગી ગઈ હતી. દીપડાએ મહિલાને ઢસેડવાનું શરૂ કર્યું હતું, પરંતુ હિરલ મદદ માટે બૂમો પાડવા દરમિયાન તેમને વળગી રહી હતી’,

તેમ દેવગઢ બારિયાના નાયબ વન સંરક્ષક (ડીસીબી) આરએમ પરમારે જણાવ્યું હતું. છોકરી અને દીપડા વચ્ચે થોડી લડાઈ બાદ, દીપડાએ આખરે ચંપાને છોડી દીધા હતા, પાડોશીઓ પણ બંનેની મદદ માટે ત્યાં દોડી આવ્યા હતા. ચંપાને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી, પરંતુ હાલ તેમની હાલત સ્થિર છે. આ બધું નાનકડી છોકરીની બહાદુરીને આભારી છે’, તેમ પરમારે વાતચીતમાં કહ્યું હતું.

ચંપાને છોડ્યા બાદ દીપડાએ નજીકમાં એક બકરીનો શિકાર કર્યો હતો અને તેને ઝાડ પર લઈ જઈને ફાડી ખાધી હતી. અમને બુધવારે સવારે ઝાડ પરથી અડધી ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઉનાળામાં જંગલમાં પાણીનો સ્ત્રોત સૂકાઈ જાય છે, તેથી શક્ય છે કે દીપડો તરસ્યો હોવાથી જંગલ બહાર આવ્યો હોય અને અંધારામાં શિકાર કરવાનું નક્કી કર્યું હોય’, તેમ પરમારે ઉમેર્યું હતું.

આદમખોર દીપડાને પકડવા માટે વન વિભાગના અધિકારીઓ પાડા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં પાંજરા મૂક્યા છે. લિમખેડામાં છેલ્લા ચાર દિવસમાં આવો બીજાે કિસ્સો છે. ૨૧ મેની વહેલી સવીરે દીપડાએ ફુલપુર ગામમાં ઘર બહાર ઉંઘી રહેલી બે છોકરીઓ પર હુમલો કર્યો હતો. છોકરીઓના પિતાને દીપડાને પકડીને દીકરીઓને બચાવી હતી. ‘આ એ જ દીપડો છે કે જેણે ચંપા પર હુમલો કર્યો હતો કે કેમ તે અંગે અમને કોઈ ખાતરી નથી’, તેમ પરમારે કહ્યું હતું.

અમરેલી જિલ્લામાં આવેલા ભાણીયા ગામમાં પણ હાલમાં જ આવી એક ઘટના બની હતી, જ્યાં દીપડાએ ૩૯ વર્ષના ખેડૂત પર હુમલો કર્યો હતો. રાતના સમયે જ્યારે તેઓ ઘર બહાર ઊંઘી રહ્યા હતા તે સમયે દીપડો ત્યાં આવી ચડ્યો હતો અને તેમના પર હુમલો કર્યો હતો. જેના કારણે તેમને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા.ss1

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers