Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સૌથી મોટા ગોડમેન સામે એક અસાધારણ કેસ લડતાં વકીલની કહાનીઃ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’

મનોજ વાજપેયીની ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ ફિલ્મને જબરદસ્ત મળી રહ્યો છે આવકાર!-અતિ રોમાંચક કોર્ટરૂમ ડ્રામાને પ્લેટફોર્મ પર એના પ્રીમિયરના પ્રથમ દિવસે ભવ્ય આવકાર મળ્યો 

ભારતનું સૌથી મોટું સ્વદેશી ઓટીટી પ્લેટફોર્મ અને એકથી વધારે ભાષામાં મનોરંજન પીરસતા પ્લેટફોર્મ ZEE5એ 23 મેના રોજ ગઈકાલે અતિ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહેલી અને બહુચર્ચિત ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ રીલિઝ કરી હતી. Manoj Bajpayee’s ‘Sirf Ek Bandaa Kaafi Hai’ receives a blockbuster opening!

પહ્મશ્રી અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા મનોજ વાજપેયીની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મને સમીક્ષકો અને પ્રશંસકો પાસેથી એકસમાન રિવ્યૂ પ્રાપ્ત થયા હતા. મનોજ વાજપેયીના શ્રેષ્ઠ અભિનય ધરાવતી, ચાલુ વર્ષની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકે પ્રશંસિત આ ફિલ્મ માસ્ટરપીસ છે,

જેને રાષ્ટ્રીય પુરસ્કારની દાવેદાર ગણવામાં આવે છે. સિર્ફ એક બંદા કાફી હૈ માટે અતિ સારો પ્રતિભાવ મળ્યો છે. હવે આ ફિલ્મ લોંચના દિવસે જ રેકોર્ડ બ્રેકિંગ ફિલ્મ પણ બની છે! અત્યારે આ ફિલ્મ ZEE5 ઓરિજિનલ પર છેલ્લાં એક વર્ષમાં તમામ ભાષાઓમાં સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની ગઈ છે.

વિનોદ ભાનુશાળીના ભાનુશાળી સ્ટુડિયોઝ લિમિટેડ, ઝી સ્ટુડિયોઝ અને સુપર્ણ એસ વર્મા દ્વારા નિર્મિત ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે. નિર્દેશક અપૂર્વ સિંહ કર્કીએ ફિલ્મમાં કોર્ટરૂમ ડ્રામા પ્રસ્તુત કર્યો છે, જેમાં મનોજ વાજપેયીએ વકીલ પી સી સોલંકીની ભૂમિકા ભજવી છે.

ફિલ્મમાં એક સાધારણ મનુષ્ય – હાઈ કોર્ટના એક વકીલની કથા રજૂ થઈ છે, જે એકલા હાથે દેશના સૌથી મોટા ગોડમેન સામે એક અસાધારણ કેસ લડે છે અને પોક્સો ધારા અંતર્ગત એક સગીર વયની છોકરીના બળાત્કારના અપરાધ માટે તેને સજા અપાવવામાં સફળ થાય છે.

પાવર-પેક, અતિ રસપ્રદ અને રોમાંચક કોર્ટરૂમ ડ્રામા ધરાવતી આ ફિલ્મને સૌથી મોટા કાયદેસર કોર્ટરૂમ ડ્રામા ફિલ્મો પૈકીની એક ગણવામાં આવે છે, જે હાલ ZEE5 પર જોવા મળે છે. પટકથાથી લઈને કલાકારોના ઉત્કૃષ્ટ અભિનયો સુધી ફિલ્મ દર્શકો પર અમિટ છાપ છોડે છે.

ZEE5 ઇન્ડિયાના ચીફ બિઝનેસ ઓફિસર મનિષ કાલરાએ કહ્યું હતું કે, “અમે પહેલા જ દિવસે સિર્ફ એક બંદા કાફી હૈને જે પ્રતિસાદ મળ્યો એનાથી અતિ ખુશ છીએ. આ એક પ્રેરક ફિલ્મ છે, જે દર્શકોને સ્પર્શી જશે અને તેમને સામાજિક સ્થિતિથી વાકેફ કરાવશે એની અમને ખાતરી છે. અમને ગર્વ છે કે, અમે અમારા દર્શકોને શ્રેષ્ઠ મનોરંજન પીરસવાની અમારી ખાતરી પર ખરાં ઉતરી રહ્યાં છીએ. હજુ વધારે સફળતા મેળવવા આતુર છીએ.”

ભાનુશાળી સ્ટુડિયોઝ લિમિટેડના નિર્માતા વિનોદ ભાનુશાળીએ કહ્યું હતું કે, “સિર્ફ એક બંદા કાફી હૈ ફિલ્મને અઠવાડિયાના દિવસોમાં જે પ્રકારનો પ્રતિસાદ મળ્યો, વર્ષના રેકોર્ડ તોડી નાંખ્યા એ બાબત પુરવાર કરે છે કે હાલના સમયમાં આપણા દર્શકોની પસંદગી સારી અને રસપ્રદ કથા જોવાની બની ગઈ છે, પછી ભલે ફિલ્મ કોઈ પણ ભાષામાં હોય. એનાથી નિર્માતાઓ તરીકે વધારે રસપ્રદ સામગ્રી પીરસવાની અમારી આતુરતા વધી છે, જે અમારા દર્શકોને અપીલ કરી શકે છે.”

ઝી સ્ટુડિયોઝના સીબીઓ શરીક પટેલે કહ્યું હતું કે, “અમે ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ને દુનિયાભરના પ્રશંસકો પાસેથી પ્રાપ્ત થયેલી પ્રશંસા અને પ્રેમથી રોમાંચિત છીએ. અમે તમામ ભાષાઓમાં છેલ્લાં વર્ષમાં સૌથી વધુ જોવાયેલી ફિલ્મ તરીકે એની રેકોર્ડ-બ્રેકિંગ સફળતાથી ખુશ છીએ.”

આ ફિલ્મની સફળતા વિશે મનોજ વાજપેયીએ કહ્યું હતું કે, “આ રોમાંચક બાબત છે કે, એકથી બે વર્ષની મહેનત, સતત રિહર્સલ, શૂટિંગ અને પોસ્ટ-પ્રોડક્શન કામગીરી, ક્રૂ, સુપર્ણ એસ વર્મા, વિનોદ ભાનુશાળી, નિર્દેશક અપૂર્વ સિંહ કર્કી તથા સૂર્યા મોહન કુલશ્રેષ્ઠા અને અદ્રિજા સિંહા જેવા કલાકારો સહિત ઘણા લોકોના પ્રદાન પછી ફિલ્મને સફળતા હાંસલ થઈ છે.

સૂર્યા મોહન કુલશ્રેષ્ઠની પ્રશંસા થઈ રહી છે, અદ્રિજા ચકિત છે અને દરેક ફિલ્મની સફળતાને ઉજવી રહ્યાં છે, જેનાથી મને આ ફિલ્મની સફળતાની ઉજવણી કરવા મોટું કારણ મળ્યું છે. “

Copyright © All rights reserved. | Developed by Aneri Developers