Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

જમાલપુરમાં બે રહેણાંક સહિત ત્રણ એકમને તાળાં મારી દેવાયાં

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓએ ગેરકાયદે બાંધકામ અને જાહેર રોડ પરનાં દબાણ દૂર કરવાની ઝૂંબેશ હાથ ધરી છે, જે અંતર્ગત મધ્ય ઝોનમાં તંત્ર દ્વારા જમાલપુર વોર્ડમાં બે રહેણાંક સહિત ત્ર્‌ણ ગેરકાયદે બાંધકામ કરનારામાં ફફડાટ ફેલાઈ ગયો છે. Three units, including two residential, were locked in Jamalpur

જમાલપુરમાં ગાજીપીર દરગાહ પાસેના ગ્રાઉન્ડ ફ્લોરથી થર્ડ ફ્લોરના રહેણાંક પ્રકારના બિનપરવાનગીનાં બાંધકામ તેમજ કાજીના ધાબા, મોટા બંબા વિસ્તારના ફોર્થ અને ફિફ્થ ફ્લોરના રહેણાંક પ્રકારના બિનપરવાનગીના બાંધકામને સીલ કરાયાં હતાં, જ્યારે મીરજાપુરમાં આશિષ હોટલની સામે ગ્રાઉન્ડ ફ્લોરનાં કોમર્શિયલ પ્રકારનાં બિનપરવાનગીનાં બાંધકામને સીલ કરાયું હતું.

દરિયાપુરમાં કાલુપુર ફ્રૂટ માર્કેટ રોડ પરના આર.એ.માચીસવાલાની બાજુમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરનાં કોમર્શિયલ ઉપયોગનાં બિનપરવાનગીના બાંધકામને સીલ કરાયું હતું. શાહીબાગના બારડોલપુરામાં ગ્રાઉન્ડ ફ્લોરના કોમર્શિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામને, ઇદાગ સર્કલ પાસેના બિલાડી મિલ કંપાઉન્ડના ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરનાં કોમર્શિયલ ઉપયોગનાં ગેરકાયદે બાંધકામને સીલ કરાયું હતું.

શાહપુરમાં શાહપુર દરવાજા પાસેની લલ્લુભાઈની પોળના મંગળ પારેખના ખાંચામાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરનાં કોમર્શિયલ ઉપયોગના ગેરકાયદે બાંધકામને સીલ કરાયું હતું. આ ઉપરાંત દૂધેશ્વર રોડ પરની લાભશંકરની ચાલીમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા ફર્સ્ટ ફ્લોરના મિક્સ ઉપયોગના બિનપરવાનગીના બાંધકામને પણ સીલ કરવામાં આવ્યું હતું.

અસારવામાં મેઘાણીનગરના શક્તિ ચવાણાની સામેના સેકન્ડ ફ્લોરના રેસિડન્સ પ્રકારના બિનપરવાનગીના બાંધકામને સીલ કરાયું હતું. એક્તા જનરલ સ્ટોર પાસેના સેકન્ડ ફ્લોરના રેસિડન્સ પ્રકારના બિનપરવાનગીના બાંધકામને સીલ મરાયું હતું. આ ઉપરાંત રથયાત્રા રૂટ પરના ચકલેશ્વર મહાદેવ રોડ, રાયપુર ચકલા, ગોળલીમડા, ખમાસા ચાર રસ્તા, કાલુપુર અને જમાલપુરમાં જાહેર રોડ પરનાં દબાણ પણ તંત્રે દૂર કર્યા હતાં.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers