Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

૨૨ વર્ષ વિત્યા બાદ વિરપુરના ગ્રામ્ય વિસ્તારોને પાણીની સમસ્યાથી છુટકારો મળશે

વિરપુરના ગ્રામ્ય વિસ્તારોને પાણી પુરૂ પાડવા માટેની યોજના પુર્ણતાના આરે

(પ્રતિનિધિ) વિરપુર, વિરપુર તાલુકાના લોકોને પીવાનુ પાણી મળી રહે તે આશયથી ૨૦૦૧ માં ખેરોલી જૂથ પાણી પુરવઠાની યોજના અમલીકરણમાં આવી હતી જેને ૨૨ વર્ષનો લાંબો સમય વીત્યો છે જે તે સમયની વસ્તીના આધાર પર પાણી મળી રહે તેમ પુરવઠો આપવામાં આવી રહ્યો હતો. After 22 years, rural areas of Virpur will get rid of water problem

જ્યારે ૨૨ વર્ષનો સમય વિત્યા બાદ તેમજ માનવ વસ્તી પણ વધી અને પાણીની જરૂરિયાત વધતા પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ફળિયા કનેક્ટીવીટી તેમજ સુધારણા યોજના હેઠળ નવીન ભૂગર્ભ સંપ ઓવર હેડ પાણીની ટાંકી અને નવી પાઇપ લાઇન

તેમજ નવી યાંત્રિક મશીનરી માટે ફળિયા કનેક્ટીવીટી માટે રૂ. ૧૧૫૩.૧૦ લાખ અને સુધારણા માટે રૂ. ૬૩૫૭.૬૨ લાખના ખર્ચે વિરપુર તાલુકાની પ્રજા માટે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે યોજના અમલમાં મુકવામાં આવી છે અને આ યોજના હેઠળ તાલુકામાં ભૂગર્ભ સંપ -૭૬ અને ઓવર હેડ પાણીની ટાંકી- ૦૫ મંજૂર કરી કામ ચાલુ કરેલ છે

આ સમગ્ર યોજનાકીય કામો પૂર્ણતાને આરે છે જે પૈકી ફળિયા કનેક્ટીવીટી ના કામો ટેસ્ટીંગ કમિશન હેઠળ છે અને તાલુકાના બાર તથા બોર ગામોએ -૨૨ વર્ષમાં પહેલી વાર પાણી શરૂ થઈ ૭૨૦૧ માણસોની વધુ વસ્તીને લાભ શરૂ થયેલ છે તેમજ મોટા ભાગે ઉપયોગમાં આવવાના શરૂ થયેલ છે

જેથી આ વર્ષના અંત સુધી સમગ્ર તાલુકાના આંતરિયાળ ગામો સુધી જરૂરિયાત મુજબનું પૂરતું પાણી પહોંચી જવાની શક્યતા છે યોજનામાં વિરપુર તાલુકાના – ૫૦ ગામ સાથે લુણાવાડા તાલુકાના ૦૩ ગામો કોલવણ , ગરિયા અને છાપરીના મુવાડાનો પણ સમાવેશ થયેલ છે જેથી લુણાવાડાના ત્રણ ગામને પણ પાણીની સમસ્યાથી છુટકારો મળશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers