Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અંકલેશ્વરમાં શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા

ભરૂચ LCB એ ભંગારનો ૧૭૧૫ કિલો જથ્થો ઝડપી રૂ.૨.૫૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર સુરતી ભાગોળ નજીકથી શહેર એ ડિવિઝન પોલીસે ભંગારનો જથ્થો ભરેલી પિકઅપ બોલેરો સાથે પોલીસે ૩ ઈસમની અટકાયત કરી રૂ.૫૧,૪૬૦ નો ભંગારનો જથ્થો અને ગાડી મળી રૂ.૨.૫૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી પૂછપરછ આરંભી હતી.In Ankleshwar, three suspects were caught with a quantity of suspected debris

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન સુરતી ભાગોળ રોડ પર ભંગારનો જથ્થો લઈ પસાર થતી બોલેરો પિકઅપ ગાડીને શંકાના આધારે રોકી તપાસ કરતા અંદરથી ભંગારનો જથ્થો મળી આવ્યો હતો.આ જથ્થો દાતાર નગર ખાતે આવેલા ભંગારના ગોડાઉન ખાતે લઈ જવાઈ રહ્યો હતો.

ભંગારના જથ્થા અંગે પીકઅપ ગાડીમાં રહેલા ઈસમો પાસે જરૂરી બિલ પાસ પરવાનો અને જી.એસ.ટી નંબર માંગતા ત્રણેવ ઈસમો ગલ્લા-તલ્લા કરવા લાગ્યા હતા.

જેના આધારે ભંગારનો જથ્થો ચોરી અથવા છળકપટથી મેળવીને વેચવા આવી રહ્યા હોવાની શંકા આધારે પોલીસે પિકઅપ ગાડીમાં રહેલ ૧૭૧૫ કિલો ભંગારનો જથ્થો કિંમત રૂ.૫૧,૪૫૦  તેમજ બોલેરો પીકઅપ કિંમત રૂપિયા ૨ લાખ મળી કુલ ૨,૫૧,૪૫૦ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

તેમજ પીકઅપ ગાડીના ચાલક વસીમ મોહમદ ખાલિદ મનીહાર રહે.અંસાર માર્કેટ, મૂળ યુ.પી.મ રફીક અહેમદ આશિક અલી પઠાણ રહે.અંસાર માર્કેટ અને અબ્દુલ મજીદ અબ્દુલ હમીદ શેખ રહે.સુરતી ભાગોળ પટેલ હાઉસની અટક કરી ૪૧(૧) ડી મુજબ ગુનો નોંધી વધુ પૂછપરછ આરંભી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers