Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વિધવા સહાય યોજનાની મદદથી મારા અંધકારભર્યા જીવનમાં ઉજાશ છવાયો – હીરાબેન દેવીપૂજક

નિરાધાર મહિલાઓ માટે સહારો બની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના- પાટણ જિલ્લામાં ૪૧૬૯૧ લાભાર્થીઓ મેળવી રહ્યા છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ

(માહિતી બ્યુરો, પાટણ) મહિલાઓન સમાજમાં માનભેર જિંદગી  જીવી શકે તે માટે રાજ્ય સરકાર કામ કરી રહી છે. સરકારશ્રી દ્વારા મહિલાઓના ઉત્થાન માટે અનેક લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો આશય મહિલાઓ સન્માનની સાથે પોતાનું જીવન પસાર કરે અને પરિવાર સાથે આનંદથી  જિંદગી જીવી શકે.

અમુક સંજાેગોમાં મહિલાઓના વિવાહ થયા પછી તેમના પતિને આકસ્મિક ગંભીર બીમારી,એકશીડન્ટ વગેરે જેવી પરિસ્થિતિમાં તેઓ પોતાના ગુમાવી બેશે છે  તે સમયે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના આવી મહિલાઓના દુખના સમયે ઓસડનું કામ કરે છે.

આજે પાટણ જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ ૪૧૬૯૧ લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે.  પતિને ગુમાવવાના સંજાેગોમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વિધવા મહિલાઓને  હૂંફ સાથે સહકાર આપવાનું કામ કરી રહી છે.

પાટણ જિલ્લાના રાધનપુરમાં રહેતા હીરાબેન ગાંડાભાઈ દેવીપૂજકના પતિ શ્રી ગાંડાભાઈનું ૧૭ વર્ષ પહેલા અવસાન થયેલ હોવાથી તેઓ નિરાધાર બન્યા. થોડાક સમય વિત્યા પછી તેઓની પુત્રી ગૌરીબેનનું પણ અવસાન થયેલ. હીરાબેન ચારેબાજુથી દુખથી  ઘેરાઈ ગયા

તે સમયે હીરાબેનને ગામના વડીલો દ્વારા વિધવા સહાય પેન્શન યોજના વિશે માહિતી આપી. આ માહિતીની મદદથી હીરાબેને વિધવા સહાય યોજનાનું ફોર્મ ભર્યું તે ફૉર્મને મંજૂરી મળવાથી હીરાબેનને ૨૦૨૦ થી વિધવા સહાય યોજનાનો લાભ મળવા લાગ્યો.

હીરાબેન દેવીપૂજકે જણાવ્યું કે મારા પતિના અવસાન થવાથી પરિવારની જવાબદારી મારા પર આવી મે હિંમત હાર્યા વગર પરિવારનું પાલન પોષણ કરવાની જવાબદારી ઉપાડી લીધી. થોડાક સમય પછી મારી દીકરીનું અવસાન થવાથી મારા પર આભ તૂટી પડયુ હોય તેવી મારી સ્થિતિ થઈ.

તે સમયે મારા જેવા નિરાધાર મહિલાઓ માટે સંકટ બની આવી વિધવા સહાય યોજના. તેનાથી દર મહિને મને સહાય મળે છે તેનાથી હુ સારી રીતે જીવન જીવી શકું છું તે માટે હુ સરકારશ્રી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇનો ખૂબ ખૂબ આભાર માનું છું.

સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અન્વાયે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” કરવામાં આવ્યું છે. જેમાં વિધવા બહેનને ૨૧ વર્ષથી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers