Western Times News

Gujarati News

58 વર્ષ જૂની મકાઈ ચિપ્સ સ્નેક્સ બ્રાન્ડ બ્યુગલ્સ હવે ભારતમાં પણ મળશે

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે એલન્સ બ્યુગલ ભારતમાં રજૂ કરવા જનરલ મિલ્સ સાથે હાથ મિલાવ્યા

મુંબઈ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (RCPL) આજે ભારતમાં એલન બ્યુગલ્સ ભારતીય બજારમાં રજૂ કરીને પશ્ચિમી નાસ્તાની શ્રેણીના બજારમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. Reliance Consumer Products partners with General Mills to launch Alan’s Bugles in India

લગભગ 50 વર્ષથી વધુના વારસા સાથેની આંતરરાષ્ટ્રીય મકાઈ ચિપ્સ સ્નેક્સ બ્રાન્ડ બ્યુગલ્સનો ભારતમાં નાસ્તા શોખીનો પ્રથમ વખત આનંદ માણી શકે છે, આ બ્રાન્ડ જનરલ મિલ્સની માલિકીની છે અને તે યુકે, યુએસ અને મધ્ય પૂર્વ સહિતના મુખ્ય વૈશ્વિક બજારોમાં ઉપલબ્ધ છે.

આ લોન્ચ અંગે બોલતા આરસીપીએલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “એલન્સના લોન્ચ સાથે અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે મહત્વાકાંક્ષી ભારતીય ગ્રાહકો તેમની નાસ્તાની જરૂરિયાતોને સંતોષવા માટે સમૃદ્ધ અને પ્રીમિયમ ઓફરનો સ્વાદ માણી શકે.

અમે ટેસ્ટ પ્રોફાઇલ અને ગ્રાહકના એકંદર અનુભવ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને પશ્ચિમી નાસ્તાના વિકસી રહેલા બજારમાં સક્રિયપણે ભાગ લેવાનો ઇરાદો ધરાવીએ છીએ. અમે બ્યુગલ્સથી શરૂ થતા એલનના નાસ્તાની શ્રેણી શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ, જે એફએમસીજી બજારમાં અમારા પદચિન્હને વિસ્તારવા તરફનું વધુ એક પગલું છે.”

એલન્સ બ્યુગલ્સ ભારતીય ગ્રાહકોને ઉત્તમ નાસ્તાનો અનુભવ પૂરો પાડશે અને ઓરિજિનલ (સોલ્ટેડ), ટોમેટો અને ચીઝ જેવી ફ્લેવર રૂ. 10 થી શરૂ કરીને પોકેટ-ફ્રેન્ડલી કિંમતે ઉપલબ્ધ થશે. આ લોન્ચ ભારતીય ગ્રાહકોને પોસાય તેવા ભાવે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ઓફર કરવાના આરસીપીએલના વિઝનને અનુરૂપ છે.

જનરલ મિલ્સ ઇન્ડિયાના ફાયનાન્સ ડિરેક્ટર શ્રી શેષાદ્રી સવલગીએ (Sheshadri Savalgi, Finance Director at General Mills India,) જણાવ્યું કે, “જનરલ મિલ્સ તેની વૈશ્વિક સ્તરે સૌથી વધુ પ્રિય બ્રાન્ડ્સમાંની એક – ભારતમાં બ્યુગલ્સનો પ્રારંભ કરવા માટે રોમાંચિત છે. બ્યુગલ્સ હળવા અને એરી ક્રન્ચ સાથે પ્રતિકાત્મક શંકુ આકારની મકાઈની ચિપ્સ છે.

1964માં પ્રથમ સ્વાદિષ્ટ શિંગડા આકારની મકાઈ ચિપ તરીકે જેની શરૂઆત થઈ હતી તે આજે તે સમગ્ર વિશ્વમાં વિસ્તરી ચૂકી છે. જે વૈશ્વિક સ્તરે ગ્રાહકોમાં પ્રિય છે એવા બ્યુગલ્સનો આનંદ અમે સમગ્ર ભારતમાં નાસ્તા પ્રેમીઓ પણ માણે તે જોવા માટે આતુર છીએ!”

આરસીપીએલની એલન્સ બ્યુગલ્સનું લોન્ચિંગ કેરળથી શરૂ થશે અને ધીમે ધીમે સમગ્ર ભારતમાં તેનું વિસ્તરણ કરવામાં આવશે. આ લોન્ચ સાથે આરસીપીએલ તેના બહુમુખી એફએમસીજી પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે છે જેમાં કેમ્પા, સોસિયો

અને રાસ્કિક હેઠળ પીણાંની વિશાળ શ્રેણી, ઇન્ડિપેન્ડેન્સ હેઠળ રોજિંદી આવશ્યક ચીજવસ્તુઓ, ટોફીમેન હેઠળ કન્ફેક્શનરી, માલિબન હેઠળ બિસ્કિટ અને ગ્લિમર એન્ડ ડોઝો હેઠળ હોમ અને પર્સનલ કેર રેન્જ સહિતની અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.