Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ભરૂચમાં 200થી વધુ જર્જરિત કાચા મકાનો-100 થી વધુ ફ્લેટ ઉતારી લેવા નોટિસ

પ્રતિકાત્મક

ભરૂચ શહેરમાં જાેખમી અને જર્જરિત મકાનો અને ઈમારતોને ઉતારી લેવા નોટિસ પાઠવી-જર્જરીત મિલ્કત ધારકો પોતે મકાન ઉતારવા અસમર્થ હોય તો પાલિકાનો સંપર્ક કરી શકશે

(પ્રતિનિધિ) ભરૂચ, આગામી સમયમાં ચોમાસાના આગમનને લઈ ભરૂચ પાલિકા તંત્ર વર્ષોથી ચાલી આવતી પ્રણાલી મુજબ જાેખમી મિલ્કત ધારકોને નોટિસો બજાવી એક્શનમાં આવ્યું છે. Notice to demolish more than 200 dilapidated mud houses-more than 100 flats in Bharuch

ભરૂચ જીલ્લામાં આગામી ચોમાસાની વરસાદી ઋતુને લઈ વહીવટી અને પાલિકા તંત્ર પ્રિ-મોન્સૂન કામગીરીમાં વ્યસ્ત બન્યું છે.ચોમાસાના આગોતરા આયોજનની કામગીરી દરેક સરકારી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ હાથધરી છે.જેમાં ભરૂચ નગર પાલિકા દ્વારા પણ પ્રિ-મોન્સૂન કામગીરી હેઠળ શહેરમાં આવેલી કાંસોની સફાઈ અને તેને ઊંડી કરવાની કામગીરી કર્યા બાદ હવે જર્જરિત મકાનો,ઈમારતોને ઉતારી લેવા આવી જાેખમી મિલ્કતોનું સર્વે કરી તેઓને નોટિસ આપી છે.

ચોમાસામાં ભરૂચ શહેરમાં તેમાં પણ ખાસ કરી જુના ભરૂચમાં આવેલા શહેરના કોટ પારસીવાડ, ભીડભંજનની ખાડી,લલ્લુભાઈ ચકલા, લાલબજાર, સોનેરી મહેલ,ટાવર પાણીની ટાંકી,દત્ત મંદિરની આસપાસના વિસ્તારમાં આવેલાં કાચા અને જર્જરીત જુના મકાનો તૂટી પડવાની ઘટના દર વર્ષે બને છે.જેમાં જાનમાલની નુકશાની સર્જાઈ છે.

જેના પગલે પાલિકા તંત્ર પ્રતિવર્ષ છેલ્લા કેટલાક વર્ષોથી શહેરમાં આવેલા આવા જર્જરતી અને જાેખમી મકાનોને ઉતારી લેવા દર વર્ષે નોટિસો બજાવે છે. હાલ પણ આગામી ચોમાસાને ધ્યાને લઈ કોઈ દુર્ઘટના ન બને તે માટે ૨૦૦ થી વધુ કાચા મકાનો,૧૦૦ થી વધુ ફ્લેટ અને ૭૦ થી વધુ ઈમારતોને ઉતારી લેવા પાલિકાએ નોટિસો બજાવી છે.

શહેરમાં આવેલી જાેખમી અને જર્જરીત મિલ્કત ધારકો પોતે મકાન ઉતારવા અસમર્થ હોય તો પાલિકાનો સંપર્ક કરી શકે છે.પાલિકામાં અરજી આપ્યાથી ફાયર વિભાગ આ ઈમારતો દૂર કરવા મદદરૂપ થશે.

છેલ્લા કેટલાક વર્ષથી પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઈમારતો કે મકાનોના મિલ્કત ધારકોને નોટિસ આપી રહી છે પણ મકાન માલિકો યોગ્ય પગલાં ભરતાં નહિ હોવાથી દર વર્ષે જર્જરિત મકાનો તુટી પડવાની ઘટનામાં લોકોના જીવ પણ જવાની શક્યતા રહેલી છે.ત્યારે પાલિકા તંત્ર આવા મકાન માલિકો અથવા મિલ્કત ધારકો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે

નહિતર મિલ્કત ધરાશાય થાય તો નિર્દોષ લોકો જીવ ગુમાવી શકે છે.તો બીજી તરફ પાલિકા ના તાબા હેઠળ રહેલા શોપિંગ સેન્ટર પણ જર્જરિત બન્યા છે ત્યારે પાલિકાએ પહેલા આવા જાેખમી અને જર્જરિત શોપિંગ ની મરામત અથવા તો તેને ઉતારી લેવાની જરૂર છે ને ત્યારે બાદ શહેરીજનોને નોટિસ પાઠવી તેવી લોક ચર્ચા ઉઠવા પામી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers