Western Times News

Gujarati News

નાબાર્ડ દ્વારા આયોજિત ઇ શક્તિ પ્રોજેક્ટનું અરવલ્લી જીલ્લામાં લોન્ચિંગ

અરવલ્લી જિલ્લામાં એક્ટિવ એવા અંદાજિત ૭૦૦૦ સ્વ સહાય જૂથોને ઓનલાઈન કરી દેવાશે જેનાથી સરકાર દ્વારા મરતી તમામ યોજનાઓ ના લાભ, જરૂરી લોન સહાય, આંતરિક ધિરાણ અને અન્ય તમામ લાભ ડિજિટલ થતાં સીધા સ્વ સહાય જૂથ ના લાભાર્થી સુધી પહોંચશે અને દેશ તથા રાજ્ય કક્ષાએ થી મોનીટરીંગ કરી શકાશે. સ્વ સહાય જૂથ સીધા સંપર્કમાં આવી  કામ માં પારદર્શકતા આવશે અને વેગવંતી બની શકશે.

માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા ઉપરોક્ત કામગીરી ને સચોટ અને  વેગવંતુ બનાવવા સૂચન કરવામાં આવ્યું. મિશન મંગલમ્ સ્ટાફ ને આ પ્રોજેક્ટ ને  સમયમર્યાદા માં પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું તથા જરૂરી માર્ગદર્શન આપ્યું. અરવલ્લી જિલ્લાના બેન્કરસ તરફથી આ પ્રોજેક્ટ ને આવકારવામાં આવ્યો.
નાબાર્ડ ના ડી. ડી. એમ સાહેબ અને જિલ્લાના DLM શ્રી ગોસ્વામી સાહેબ દ્વારા પ્રોજેક્ટ માટે  સંપૂર્ણ માર્ગદર્શન અપાયું .
Copyright © All rights reserved. | Developed by Aneri Developers.