Western Times News

Gujarati News

મારા દિલને સ્પર્શે તે ફિલ્મો કરવાનું પસંદ કરું છું: વિક્કી કૌશલ

2 જૂને રિલીઝ થઈ રહેલ ફિલ્મ “ઝરા હટકે ઝરા બચકે”ના પ્રમોશન્સ દેશભરમાં જોરશોરથી ચાલી રહ્યાં છે. આ દરમિયાન પોતાની ફિલ્મના પ્રમોશન અર્થે અભિનેતા વિક્કી કૌશલ અમદાવાદના મહેમાન બન્યા હતા. અમદાવાદની મુલાકાત દરમિયાન તેમણે “ચેતના ગાંઠિયા” ખાતે ગુજરાતી ફૂડનો સ્વાદ માણ્યો હતો. I prefer to do films that touch my heart: Vicky Kaushal

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

આ દરમિયાન અભિનેતા ઘણા ખુશ દેખાઈ રહ્યાં હતા. આ ઉપરાંત તેમણે નોવોટેલ હોટેલ ખાતે ફિલ્મ અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારા દિલને સ્પર્શે તે ફિલ્મો કરવાનું પસંદ કરું છું

“ઝરા હટકે ઝરા બચકે” ફિલ્મમાં અભિનેતા વિક્કી કૌશલ કપિલ (કપ્પુ)ની ભૂમિકા તથા અભિનેત્રી સારા અલી ખાન સૌમ્યાની ભૂમિકામાં નજરે પડશે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. જેના ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકર છે.

દિનેશ વિજન અને જ્યોતિ દેશપાંડે દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ 2 જૂન, 2023- શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રિલીઝ  થવા માટે સુસજ્જ છે.

વિક્કી કૌશલ અને સારા અલી ખાન સિવાય આ ફિલ્મમાં ઇનામૂલ હક, સુષ્મિતા મુખર્જી, નીરજ સૂદ, રાકેશ બેદી, શારિબ હાઝમી વેગેરે પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે.

 

View this post on Instagram

 

A post shared by SETU Media Management (@setumedia)

લક્ષ્મણ ઉતેકર, મૈત્રેય બાજપાઈ અને રમીઝ ઇલ્હામ ખાન દ્વારા લિખિત આ ફિલ્મનું સંગીત પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર સચિન- જીગર એ આપ્યું છે. ફિલ્મના ગીતો “ફિર ઓર ક્યાં ચાહિયે”, “તેરે વાસ્તે”, બેબી તુજે પાપ લગેગા” અગાઉથી જ દર્શકોને ઘણા પસંદ આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.