Western Times News

Gujarati News

ગંગાજીને મોક્ષદાયિની માનવામાં આવે છે

File Photo

નવી દિલ્હી, ગંગા ગંગેતિ યો બ્રૂયાત, યોજનાનામ્‌ શતેરપિ| મુચ્યતે સર્વપાપેભ્યો, વિષ્ણુલોકે સ ગચ્છતિ. – ગંગાજીને મોક્ષદાયિની માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ ગંગા દશેરા પર ગંગાજીમાં સ્નાન કરી લે છે તેના પર શિવજી હંમેશા મહેરબાન રહે છે. આ મંત્ર સાથે ગંગા સ્નાન કરનારને મૃત્યુ બાદ યમલોકની યાતનાઓ ભોગવવી નથી પડતી. ૐ નમો ગંગાયે વિશ્વરૂપિણી નારાયણી નમો નમઃ || – ગંગા માતાનો આ મંત્ર સૌથી શક્તિશાળી માનવામાં આવે છે.

ગંગા સ્નાન સમયે ૩ વાર ગંગામાં ડૂબકી લગાવતા આ મંત્રનો જાપ કરો. માન્યતા છે કે તેનાથી સાત જન્મોના પાપ ધોવાઇ જાય છે. મનુષ્યને મૃત્યુલોક બાદ સ્વર્ગલોકમાં સ્થાન મળે છે. ૐ પિતૃગણાય વિદ્મહે જગત ધારિણી ધીમહિ તન્નો પિતૃ પ્રચોદયાત| – ગંગા દશેરા પર ગંગા સ્નાન બાદ પિતૃઓની શાંતિ માટે ઘાટ પર તર્પણ જરૂર કરો.

કહેવામાં આવે છે કે ગંગાજળ અને તલ હાથમાં લઇને તર્પણ કરવાથી અનેક પેઢીઓના પિતૃઓની આત્મા તૃપ્ત થઇ જાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી| નર્મદે સિન્ધુ કાવેરી જલે અસિમિત સન્નિધિમ કુરુ|| – ગંગા દશેરા પર ગંગામાં સ્નાન કરતાં આ મંત્રનો જાપ કરવાથી તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.

ગંગા વારિ મનોહારિ મુરારિચરણચ્યુતં| ત્રિપુરારિશિરશ્ચારિ પાપહારિ પુનાતિ માં|| – માનસિક તણાનથી મુક્તિ મેળવવા માંગતા હોય તો ગંગા સ્નાન સમયે આ મંત્રનું ઉચ્ચારણ કરો. જેઠ મહિનાની શુક્લ પક્ષની દશમના દિવસે ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર ૩૦ મે, ૨૦૨૩ને મંગળવારના રોજ ઉજવવામાં આવશે.

જાે કે દશમી તિથિ ૨૯ મે, ૨૦૨૩ના રોજ રાત્રે ૧૧.૫૦ વાગ્યે શરૂ થશે અને ૩૦ મે, ૨૦૨૩ના રોજ બપોરે ૧.૦૯ વાગ્યે સમાપ્ત થશે. પરંતુ ઉદયા તિથિના કારણે ગંગા દશેરાનો તહેવાર ૩૦ મેના રોજ સૂર્યોદયથી બપોરે ૧.૦૯ વાગ્યા સુધી જ ઉજવવાનું જણાવવામાં આવ્યું છે. આ દિવસે પવિત્ર નદીઓ અથવા તળાવોમાં સ્નાન કરવું જાેઈએ. જાે તમે કોઇ પવિત્ર સ્થાન પર જઈ શકતા નથી તો તમારે ઘરના ટબમાં પાણી લઇને તેમાં થોડું ગંગાજળ નાખીને સ્નાન કરવું જાેઈએ.

મહર્ષિ ભૃગુજી જણાવે છે કે, હરિદ્વારમાં હર કી પૌડી પર બ્રહ્મ કુંડ છે. આ તે જ સ્થળ છે જ્યાં સમુદ્ર મંથન દરમિયાન પ્રાપ્ત થયેલા અમૃત કળશના થોડા ટીપા આ બ્રહ્મ કુંડમાં પડ્યા હતા.

આ બ્રહ્મકુંડની પાસે શ્રી હરિ વિષ્ણુના પદચિહ્નો છે, જેના કારણે આ સ્થળ હર કી પૌડી તરીકે ઓળખાય છે. ગંગા દશેરા અને ર્નિજળા એકાદશી પર અનેક દેવ આત્માઓ કોઇને કોઇ રૂપમાં આ સ્થળોની મુલાકાત લે છે. આ દરમિયાન જે પણ ધૂળ ઊડે છે, તેમાં તે દિવ્ય આત્માઓના પગ પણ હોય છે. જાે આ ધૂળ તમારા કપડા પર પણ પડે છે, તો તે તમારું ભાગ્ય બદલી નાખે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.