Western Times News

Gujarati News

સંજેલી તાલુકાના પ્રાથમિક શિક્ષકો સરકાર સામે જંગ લડવા બાંયો ચડાવશે 

સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષકો દ્વારા પડતર માંગોને લઇ શનિવારના રોજ તાલુકા સેવાસદન ખાતે ધરણા પ્રદર્શન યોજી જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા સહિત સાત પડતર માંગણીને લઇને સવારે 12થી સાંજના 4 વાગ્યા સુધી પ્રતિક ધરણા યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોને જ તેમના હક માટે અન્યાય કરવામાં આવી રહ્યો છે તેવી લાગણી બળવત્તર બની છે

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની લખનઉમાં યોજાયેલી બેઠકમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તેમજ અન્ય સાત જેટલા મુદ્દાને લઇ સરકાર મોરચો માંડવાનું નક્કી કરાતાં અગાઉ વિધાનસભાનો ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો ત્યારે ફરી સાત જેટલા મુદ્દાને લઇ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિહ જાડેજા અને મહામંત્રી સતીશ પટેલ દ્વારા કાર્યક્રમોનો પત્ર મોકલતા જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ સુરતાન કટારાના માર્ગદર્શન મુજબ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઇ સેલોત અને મહામંત્રી રામુભાઇ ચારેલ ની આગેવાની હેઠળ સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક હોદ્દેદારો કારોબારી સભ્યો આચાર્ય અેચટાટા આચાર્ય બીઆરસી સીઆરસી મિત્રો તેમજ શિક્ષક ભાઇ બહેનો  દ્વારા શનિવારના રોજ સંજેલી સેવા સદનના કમ્પાઉન્ડમાં સવારના બારથી સાંજના ચાર વાગ્યા સુધી કાળી પટ્ટી ધારણ કરી

જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવી ફિક્સ પગારની નોકરીઓ નાબૂદ કરવી છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરવી  સીસીસી લાભ મૂળ તારીખથી આપવા પ્રથમ ઉચ્ચ પગાર ધોરણ બેતાલીસ નો બ્રેડ ગ્રેડ પે ચાલુ રાખવો એચ ટાર્ટ આચાર્યાની બદલી નિયમમાં ફેરફાર કરવા સીઆરસી બીઆરસીને મૂળ શાળાનો લાભ આપવો શાળાને મર્જ સહિતના પ્રશ્નોને લઇ ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

જેમાં તાલુકાના મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી  બેનરો સાથે શક્તિ પ્રદર્શન કરી સરકાર સામે માગણીઓ મોરચો માંડ્યો હતો અને ધરણા બાદ સંજેલી મામલતદારને વિવિધ માંગણીઓનું આવેદનપત્ર પાઠવ્યું હતું  સંજેલી તાલુકા મથકે યોજાયેલા ધરણા કાર્યક્રમમાં કેટલાક શિક્ષકો દ્વારા બોર ન થાય તે માટે પોત પોતાના મનની વાતો રજૂ કરી હાસ્ય માન્યું હતું ત્યારે કેટલાય શિક્ષકોએ પોતાની શિક્ષકોને પડતી આપ વિતિની ચર્ચા કરિ આગળ રજુઆત કરવાની પણ માંગ કરી હતી

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.