Western Times News

Gujarati News

ભારતભરમાં ૨૭ મે ને “ધ મીની ટ્રેક્ટર ડે” તરીકે ઉજવાયો

વર્ષ 1998 માં ૨૭ મી મે ના રોજ ભારતનું પ્રથમ 100% સ્વદેશીકૃત મીની ટ્રેક્ટર બહાર બનાવામાં હતું.-ભારતભરમાં ૧૨૫ થી વધારે સ્થળો પર ખેડૂતો દ્વારા આ દિવસની અનોખી ઉજવણી 

ગુજરાત: ભારતની લગભગ ૬૦% વસ્તી ખેતી પર નિર્ભર છે ત્યારે ખેડૂતોને ખેતી કરવામાં ખુબજ સુગમતા પડે તે માટે વર્ષ 1998 ની ૨૭ મી મે ના રોજ ભારતનાં ૨ સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા શ્રી જી.ટી.પટેલ અને શ્રી એમ.ટી.પટેલ દ્વારા ભારતનું પ્રથમ 100% સ્વદેશીકૃત મીની ટ્રેક્ટર બહાર પાડવામાં આવ્યું હતું. May 27 is celebrated as The Mini Tractor Day across India

જેના અનુસંધાને તાજેતરમાં ૨૭મે ૨૦૨૩ ને “ધ મીની ટ્રેક્ટર ડે” તરીકે ઉજવામાં આવ્યો હતો. વર્ષ 1994 માં વિવિધ પ્રયોગો સાથે શરૂ કરીને અંતે ૧૯૯૮ માં ગુજરાત ના રાજકોટ ખાતે ભારતનાં સર્વ પ્રથમ મીની ટ્રેક્ટર નો ઉદય થયો હતો. જેની ભારતભરમાં ૧૨૫ થી વધારે સ્થળો પર ખેડૂતો દ્વારા આ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

આ મીની ટ્રેક્ટર નાના અને સીમાંત ખેડૂતોને ખેતીમાં યાંત્રીકરણ દ્વારા પોતાની ખેતીનો વિકાસ, ખેડૂતની પોતાની આવકમાં વધારો અને ખેતીની રોજબરોજની સમસ્યાનાં નિરાકરણના હેત્તુંથી કરવામાં આવ્યો હતો. તે સમયે આ ટ્રેક્ટર તેમનાં માટે એક આશાનાં કિરણ સમાન હતું.

તેમની સતત મહેનત, દ્રઢ મનોબળનાં લીધે આજે આ મીની ટ્રેકટર ખેડૂતો માટે એક વરદાન સ્વરૂપ સાબિત થયું છે. આજે દર વર્ષે લગભગ ૧.૨૫ લાખ થી વધુ ખેડૂતો આ ટ્રેક્ટર ને આપનાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આ ટ્રેક્ટર લાખો ખેડૂતોની જિંદગી બદલશે. જેથી આ મહત્વનાં દિવસને “ધ મીની ટ્રેક્ટર ડે” તરીકે ઉજવાયો.

આ મીની ટ્રેક્ટરની શોધ કરનાર શ્રી જી.ટી.પટેલ અને શ્રી એમ.ટી.પટેલ ને ભારત સરકાર દ્વારા ૧૦ વધારે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે. કેપ્ટન ટ્રેક્ટર્સ દ્વારા આ દિવસે તેમની દરેક ડીલરશીપ પર ખેડૂત સંમેલન, ટ્રેક્ટર ડીલીવરી, સર્વિસ કેમ્પ, જેવી પ્રવૃતી કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારતભરમાં ૧૨૫ થી વધારે સ્થળો પર ખેડૂતો દ્વારા આ દિવસની સહર્ષ ઉજવણી સાથે મીની ટ્રેકટરના જુના તેમજ નવા ગ્રાહકો મળી અને આ દિવસને એક ઉત્સવ તરીકે ઉજવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.