Western Times News

Gujarati News

ટ્‌વીટના યુઝર્સ AIથી બનાવેલા નકલી ફોટોને ઓળખી શકશે

(એજન્સી)વોશિંગ્ટન, માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્‌વીટર એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ એઆઈ દ્વારા બનાવેલા નકલી ફોટોને ઓળખી શકશે. આ માટે કંપનીએ નવું નોટ ઓન મીડિયા ફીચર રજૂ કર્યું છે.

જાે કે હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ટિ્‌વટરે તેના કોમ્યુનિટી નોટ્‌સ ટ્‌વીટર હેન્ડલ પરથી આ ફીચરની જાહેરાત કરી છે. Tweet users will be able to identify fake photos created with AI

કંપનીએ જણાવ્યું હતું કે તે એઆઈજનરેટેડ ફોટો અને હેરફેરવાળા વીડિયોના ફેલાવાને રોકવા માટે નોટ્‌સ ઓન મીડિયા નામની નવી ફીચરનું પરીક્ષણ કરી રહી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે જનરેટિવ એઆઈઝડપથી વિસ્તરી રહ્યું છે અને એવી આશંકા છે કે તે વેબ પર ફેક ન્યૂઝને વધુને વધુ વાયરલ કરી શકે છે. સોશ્યલ મીડિયા પર આના ઘણા ઉદાહરણો પણ જાેવા મળ્યા છે.

એઆઈદ્વારા બનાવેલી ફોટો એટલી અસલી લાગે છે કે અસલી અને નકલી વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની જાય છે. આ જ કારણ છે કે ટ્‌વીટર યુઝર્સને હેરાફેરી કરાયેલ કન્ટેન્ટથી દૂર રાખવા માટે નવા ટૂલ્સ રજૂ કરવામાં આવી રહ્યા છે.
ટિ્‌વટરે એક ટિ્‌વટ દ્વારા નવા ફીચર વિશે જાણકારી આપી છે.

ટ્‌વીટર અનુસાર નવી નોટ ઓન મીડિયા ફીચર યુઝર્સને નકલી અને અસલી કન્ટેન્ટને ઓળખવામાં મદદ કરશે. યૂઝર ઇમેજ શેર કરતાની સાથે જ શેર કરેલી ફોટો પર એક નોટ ઑટોમૅટિક રીતે દેખાશે, જે તેની ઓરીઝનલ અને ફેક ડીટેલ્સ બનાવશે. આ સુવિધા હાલમાં સિંગલ ફોટોવાળા ટ્‌વીટ્‌સ માટે છે,

પરંતુ ટ્‌વીટર તેને વિડિયોઝ અને ટ્‌વીટ્‌સ સુધી વિસ્તૃત કરવાની યોજના બનાવી રહ્યું છે. ટ્‌વીટર કહે છે કે કોમ્યુનિટી નોટ્‌સ માત્ર એક ટ્‌વીટ માટે જ નહીં, પરંતુ સમાન મીડિયા સાથેની કોઈપણ ટ્‌વીટ્‌સ માટે વેલ્યુએબલ કોન્ટેક્ટસ પ્રદાન કરી શકે છે. જેમ તે ટ્‌વીટ્‌સમાં કામ કરે છે

તેમ ઈમેજમાં નોટ્‌સ વધારાના સંદર્ભ આપશે જેમ કે ઈમેજ ભ્રામક છે કે એઆઈદ્વારા બનાવવામાં આવી છે. આ સુવિધા હાલમાં ૧૦ કે તેથી વધુના રાઈટીંગ ઈમ્પેક્ટ સ્કોર ધરાવતા યુઝર્સને માત્ર ટ્‌વીટ્‌સ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ટ્‌વીટ્‌સમાં મીડિયા કન્ટેન્ટ વિશે સ્વતંત્ર નોટ્‌સ પ્રદાન કરવાની મંજૂરી આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.