દેવેન્દ્ર ફડનવીસે મુખ્યમંત્રી નિવાસ ખાલી કરવાનું શરૂ કર્યું
(હિ.મી.એ),મુંબઇ,તા.૩૦
મહારાષ્ટ્રમાં શિવસેના એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બની ગઇ છે.શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ રાજયના મુખ્યમંત્રી તરીકે સોગંદ લઇ લીધા છે. અત્યાર સુધી માતોશ્રીમાં જ રહીને રાજય અને દેશની સતામાં હસ્તક્ષેપ કરનારા ઠાકરે પરિવારના પહેલા મુખ્યમંત્રી માટે હવે નવું સ્થળ હશે અને તે છે મલાબાર હિલ વિસ્તારમાં આવેલ સરકારી નિવાસ વર્ષા.પોતાની બનાવટ અને લોકેશન માટે જાણીતા વર્ષામાં હવે ઉદ્વવ ઠાકરે રહેશે. જયારે ત્યાર સુધી તેમાં રહેતા રાજયના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે તેને ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ફડનવીસે દક્ષિણ મુંબઇમાં આવેલ સરકારી નિવાસ ખાલી કરવાનું શરૂ કરી દીધુ છે અહેવાલો અનુસાર પૈકસ એન્ડ મુવર્સ કંપનીનું એક વાહન માલાબાર હિલ વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રીના સરકારી નિવાસ વર્ષા પહોંચ્યુ હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર નાગપુરના રહેવાસી ફડનવીસે મુંબઇમાં પોતાના માટે નવા મકાનની શોધ કરી રહ્યાં છે તેમનો પરિવાર અહીં જ રહેવા ઇચ્છે છે.
તેમની પત્ની અમૃતા એકિસસ બેંકમં વરિષ્ઠ પદ પર કાર્યરત છે અને તેમની પુત્રી પણ અહીં જ ભણવા ઇચ્છે છે ઓકટોબર ૨૦૧૪માં ફડનવીસના મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ મુંબઇ આવ્યા હતાં નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠકથી જીતી આવેલ ફડનવીસ ભાજપ વિધાનસભા પક્ષના નેતા છે નવી વિધાનસભામાં તે વિરોધ પક્ષના નેતા બની શકે છે. ફડનવીસના સરકારી નિવાસ ખાલી કર્યા બાદ તેને ફરીથી નવા મુખ્યમંત્રી માટે તૈયાર કરવામાં આવશે અને ઉદ્વવ ઠાકરે મુખ્યમંત્રીના રૂપમાં અહીં આવશે તેઓ પહેલી વાર માતોશ્રીથી અન્ય નિવાસમાં રહેવા જશે.