કેલિફોર્નિયામાં ભારતીય છાત્રની ગોળી મારી હત્યા કરવામાં આવી
મૈસુર, સૈન બર્નારડિનોની કેલુફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૨૫ વર્ષના છાત્રની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી દીધી છે. મૃતક યુનિવર્સિટીથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહ્યો હતો.છાત્રની ઓળખ અભિષેક સુદેશ ભટ્ટ તરીકે કરવામાં આવી છે તે એક મોટલમાં પાર્ટ ટાઇમ નોકરી કરતો હતો.છાત્ર પર તે સમયે હુમલો થયો જયો તે કામથી ધરે પાછો ફરી રહ્યો હતો તેમના પરિવારના સભ્યોનું કહેવુ છે કે મને હુમલાનો હેતુ અને હુમલાખોરોની ઓળખની બાબતમાં ખબર નથી.સુદેશ ચંદના પુત્ર અભિષેકનું શબ સૈન બર્નારડિનો હોસ્પિટલમાં મોર્ચરીમાં છે સુદેશ ચંદ એક યોગ ગુરૂ છે અને મૈસુરના કુવેમ્પુનગરમાં શ્રી ઉપનિષદ યોગ સૈંટર ટ્રસ્ટ ચલાવે છે. પરિવારને અમેરિકામાં આવેલ ભારતીય દુતાવાસથી સત્તાવાર રિપોર્ટ મળવાની ઇન્તેજારી છે.સુદેશ ગત ૧૬ વર્ષોથી યોગ કેન્દ્ર ચલાવી રહ્યાં છે અભિષેકના પિતરાઇ ભાઇએ જણાવ્યું હતું કે તેણે બે વર્ષ પહેલા અમેરિકા જતા રહેલા મૈસુરની વિદ્યા વિકાસ એન્જીનીયરિંગ કોલેજમાં એન્જીનીયરિંગનો અભ્યાસ કર્યો હતો.
પરિવારનું કહેવુ છે કે અભિષેકના એક મિત્રે જણાવ્યું હતું કે એક હુમલાખોરે તેમના પુત્રની ગોળી મારી હત્યા કરી દીધી છે.આ દોસ્ત મૃતકની સાથે તે મોટલમાં કામ કરતો હતો પરિવારના એક સભ્યે કહ્યું કે મોટલ પર લાગેલ સીસીટીવી કેમેરામાં હુમલાખોર કેદ થઇ ગયો છે અને અમેરિકી પોલીસ હુમલાખોરની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના પ્રિંસિપલનું કહેવુ છે કે તેમણે અભિષેકના માતા પિતા સાથે વાત કરી છે ફેસબુક પર અભિષેકે લખ્યું હતું કે તેને કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના બર્નારડિનો કોલેજ ઓફ નેચુરલ સાઇસિસમાં ડોકટર અર્નેસ્ટો ગોમેજના સહાયકના રૂપમાં ૩૧ ઓકટોબરથી નિયુકત કરવામાં આવી છે.