Western Times News

Gujarati News

લંડનમાં આતંકવાદી હુમલામાં ૨ લોકોના મોત,આતંકવાદી ઠાર મારાયો

લંડન, લંડન બ્રિજ પર શુક્રવારે થયેલા ‘આતંકવાદી” હુમલામાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે. આ ઘટના શુક્રવારે ફિશમોન્ગર હોલમાં ૧.૫૮ વાગે થઇ હતી. લંડન મેટ્રોપોલિન પોલીસ કમિશ્નર ક્રેસિદા ડિકે જણાવ્યું કે પોલીસે સંદિગ્ધને પાંચ મિનિટની અંદર ઠાર માર્યા. સુત્રોના જણાવ્યું કે લંડનમાં ચાકુ વડે હુમલો કરનાર સંદિગ્ધ પૂર્વ આતંકવાદી દોષી પણ હતો.

ઈકી હીજ એ ડિકના હવાલેથી કહ્યું કે ”દુખી મને તમને માહિતગાર કરવા માંગુ છું કે આ મામલે ઘાયલ થયેલા લોકોમાં બે લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્‌યો છે. તેમણે જણાવ્યું કે પોલીસે હુમલાવરોને ઠાર માર્યા છે. પોલીસ કમિશ્નરે જણાવ્યું કે અમે ઘટનાની ખૂબ ઝડપથી તપાસ કરી રહ્યા છીએ. અમે તમને અપડેટ આપતા રહીશું.

તેમણે કહ્યું કે ”આગામી દિવસોમાં અમે વધુ પોલીસ, સશસ્ત્ર અને શસ્ત્ર વિનાના પોલીસકર્મીઓને વધુમાં વધુ જગ્યાઓ પર તૈનાત કરીશું. અમારા પોલીસકર્મીઓ રસ્તા પર પેટ્રોલિંગ કરીશું, જેથી લોકોની વધુ સુરક્ષા સુનિશ્વિત કરવામાં આવશે.
લંડનના મેયર સાદિક ખાને કહ્યું કે પોલીસ હાલના હુમલાના મુદ્દે કોઇ અન્ય વ્યક્તિની શોધખોળ કરી રહી નથી. ઘટનાના વીડિયોમાં નાગરિકોને હુમલાવરોને જમીન પર પાડતા અને પોલીસ આવે ત્યાં સુધી પકડતાં જોવા મળ્યા. વિશેષજ્ઞ ઓપરેશન્સના સહાયક કમિશ્નર નીલ બાસુએ કહ્યું કે ‘એક સંદિગ્ધ વ્યક્તિને સિટી ઓફ લંડન પોલીસના વિશેષજ્ઞ સશસ્ત્ર અધિકારીઓએ ગોળી મારી હતી અને હું એ વાતની પુષ્ટિ કરી શકું છું કે આ સંદિગ્ધનું મોત નિપજ્યું છે.

તેમણે કહ્યું કે હવે આ વાતની પુષ્ટિ કરવાની સ્થિતિમાં છું કે તેને આતંકવાદી ઘટના જાહેર કરવામાં આવી છે. બસુએ કહ્યું કે સંદિગ્ધે વિસ્ફોટક જેકેટ જેવું કંઇક પહેર્યું હતું, પરંતુ પછી તપાસમાં તે કોઇ ‘વિસ્ફોટક ઉપકરણ’ સાબિત ન થયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.