Western Times News

Gujarati News

ખરીફ પાકોના ટેકાના ભાવમાં કેન્દ્ર સરકારે કરેલો વધારો

ડાંગરની MSPમાં પ્રતિ ક્વિન્ટલ રૂા.૧૪૩, તુવર દાળમાં રૂા.૪૦૦, અડદની દાળમાં રૂા.૩૫૦નો વધારો, ખેડૂતોને વર્ષે ૬૦૦૦ને બદલે ૧૦૦૦૦ મળશે

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ચોમાસાના આગમન પહેલા ખેડૂતોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ડાંગર સહિત અનેક પાકોની એમએસપીમાં વધારો કર્યો છે. આ બાબતે મળતી માહિતી મુજબ ડાંગરની એમએસપીમાં ૧૪૩ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે વધારો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત તુવેર અને અડદની દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. સરકાર તરફથી આ જાહેરાત થતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો હતો. ખેડૂતોએ કેન્દ્ર સરકારના આ પગલાની પ્રશંસા કરી છે. આ સાથે કેબિનેટમાં બેઠકમાં મોદી સરકારે ડાંગર સાથે સાથે અન્ય પાકોમાં નોંધપાત્ર વધારો કરવાની મંજુરી આપી દીધી છે.

ખાસ વાત તો એ છે કે ખરીફ પાકોની એમએસપીમાં ૩થી૬ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તુવર દાળની એમએસપીમાં ૪૦૦ રુપિયા પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે. આ રીતે તુવરદાળનો ભાવ વધીને ૭૦૦૦ રુપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. જ્યારે અડદની દાળ વિશે વાત કરીએ તો તેમાં પ્રતિ ક્વિંટલ ૩૫૦ રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી તેનો ભાવ વધીને ૬૯૫૦ રુપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોચી ગયો છે.

આ સાથે તમને આ માહિતી આપી દઈએ કે દર વર્ષે કમીશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઈસ (સીએસીપી)ની ભલામણોના આધારે સરકાર ૨૩ પાક પર એમએસપીનક્કી કરે છે. સીએસીપીદ્વારા ૨૩ પાકો માટે એમએસપીમાટે ભલામણ કરે છે. તેમાં સાત અનાજ,પાંચ કઠોળ, સાત તેલીબિયાં અને ચાર વેપારી પાકોનો સમાવેશ કરવામાં આવે છે. આ ૨૩ પાકોમાંથી ૧૫ ખરીફ પાકો છે જ્યારે બાકીના રવિ પાક છે. દેશમાં ખેડુતોની સ્થિતિ હજુ પણ જાેઈએ તેટલી સારી નથી.

ક્યારેક પાક નિષ્ફળ જાય, ક્યારેક પુરતા પ્રમાણમાં ભાવ ન મળે, તો ક્યારેક કમોસમી વરસાદ જેવી સ્થિતિમાં ખેડુતોને ભારે નુકસાન વેઠવું પડતું હોય છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર ખેડુતો માટે વિવિધ યોજના લાવતું હોય છે. કે જેનાથી ખેડુતોને સહાય મળી રહે. આવી જ એક યોજના પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના ચલાવવામાં આવી છે.

આ યોજના હેઠળ સરકાર તરફથી ખેડુતોને વર્ષે ૬૦૦૦ રુપિયા આપવામાં આવતા હતા. અને આ યોજના સમગ્ર ભારતમાં લાગુ છે, પરંતુ આ યોજના બાદ રાજ્ય સરકારે શરુ કરી છે તે પ્રમાણે હવે ૬ હજારના બદલે ૧૦ હજાર રુપિયા મળશે. આ યોજના મધ્ય પ્રદેશની સરકારે શરુ કરી છે અને તેનું નામ કિસાન કલ્યાણ યોજના.

આ યોજના હેઠળ રાજ્ય સરકાર દર વર્ષે ખેડુતોને તેમના કલ્યાણ માટે ૧૦ હજાર રુપિયા આપી રહી છે. એટલે કે ૬ હજાર રુપિયા કેન્દ્ર સરકાર તરફથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવે છે. પરંતુ તેની સાથે સાથે મધ્ય પ્રદેશ સરકાર તરફથી ૪ હજાર આપવામાં આવશે.

મધ્ય પ્રદેશ સરકારે આ યોજનાની શરુઆત ૨૦૨૦ થી જ કરી દીધી છે. તે સમયે ખેડુતોને બે-બે હજાર આપવામાં આવતા હતા. આ યોજના હેઠળ માત્ર મધ્ય પ્રદેશના ખેડુતોને ફાયદો મળશે. અને મહત્વની વાત તો એ છે કે મધ્ય પ્રદેશના દરેક ખેડુતોને આ યોજના હેઠળ લાભ નહી મળે. પરંતુ માત્ર એવા જ ખેડુતોને લાભ મળશે કે જે ખેડુતોએ પીએમ કિસાન સમ્માન નિધિમાં રજીસ્ટ્રેશન કરાવેલ હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.