Western Times News

Gujarati News

તારક મહેતાના મેકર્સે બાવરીને પાડી હતી વજન ઉતારવાની ફરજ

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ છેલ્લા થોડા દિવસોથી વિવિધ કારણોસર વિવાદમાં છે. શો છોડીને ગયેલા કલાકારોએ પેમેન્ટ ના ચૂકવાયું હોવાના આક્ષેપ કર્યા હતા. જે બાદ રોશનભાભીના રોલમાં જાેવા મળેલી જેનિફર મિસ્ત્રીએ મેકર્સ પર શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.The makers of TMKOC made Bavari lose weight

જેનિફરના સપોર્ટમાં રિટા રિપોર્ટરના રોલમાં દેખાયેલી એક્ટ્રેસ પ્રિયા આહુજા અને બાવરીનો રોલ કરી ચૂકેલી એક્ટ્રેસ મોનિકા ભદોરિયા આવી છે. અગાઉ આપેલા ઈન્ટરવ્યૂમાં મોનિકાએ આ શોના સેટને નરક સમાન ગણાવ્યું હતું. હવે મોનિકાએ વધુ કેટલાક ઘટસ્ફોટ કર્યા છે. મોનિકાએ કહ્યું કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરતી વખતે તેનું સ્વાસ્થ્ય કથળ્યું હતું.

ઈન્ટરવ્યૂમાં મોનિકાએ જણાવ્યું કે, તેને ૨૦ દિવસમાં વજન ઘટાડવાનું કહેવામાં આવ્યું હતું. જેના કારણે તેના શરીરમાં વિટામિનની ખામી ઉત્પન્ન થઈ હતી અને તેને ઈંજેક્શનો લેવા પડ્યા હતા.

મોનિકાએ કહ્યું, મને સોહિલ રામાણી (‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો પ્રોજેક્ટ હેડ)નો ફોન આવ્યો અને મને મળવા બોલાવી. હું તેની ઓફિસે ગઈ ત્યારે તે ત્યાં હાજર નહોતો અને અકાઉન્ટ્‌સ ડિપાર્ટમેન્ટની બીજી કોઈ વ્યક્તિ ત્યાં હતી. એ વ્યક્તિએ મને કહ્યું કે, સોહિલે મારા વધેલા વજન અંગે વાત કરવા મને બોલાવી છે.

તેણે કહ્યું-જાે તો ખરી, તું પ્રેગ્નેન્ટ હોય એવું લાગે છે. તું પ્રેગ્નેન્ટ છે કે કેમ એ જાણવા મેં પ્રોડક્શન ટીમને ફોન કર્યો હતો ત્યારે તેમણે કીધું કે તારા તો લગ્ન જ બાકી છે. આ સાંભળીને મને ઝટકો લાગ્યો હતો. આ વાતો થઈ ત્યાં સુધીમાં સોહિલ આવી ગયો અને તેણે મને વજન ઉતારવાનું કહી દીધું. મોનિકાએ વાત આગળ વધારતાં કહ્યું, સોહિલે મને કહ્યું કે, તારે ૨૦ દિવસમાં વજન ઉતારવું પડશે. મેં તેને ચોખ્ખું કહી દીધું કે આટલા ટૂંકાગાળામાં વજન ઉતારવું શક્ય નથી.

જેથી તેણે મને કહ્યું કે, જાે હું વજન નહીં ઉતારું તો એ લોકો મને શૂટ માટે નહીં બોલાવે. જ્યારે મેં તેને કહ્યું કે, વજન ઉતારવા ટ્રેનર રાખવા પડશે તો તેના માટે રૂપિયા આપો ત્યારે તેણે ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે, આ તેમનો વિષય નથી.” જેથી મોનિકાએ જાતે વજન ઉતારવાનું નક્કી કર્યું. પરંતુ વજન ઉતારવાના ચક્કરમાં મોનિકા ઉલમાંથી ચૂલમાં પડી હતી.

મેં અશક્ય લાગતી ડેડલાઈનમાં જ વજન ઉતારવાનું નક્કી કર્યું અને બીમાર પડી ગઈ. મારું સ્વાસ્થ્ય બગડ્યું અને વિટામિનની ઉણપ થઈ ગઈ. મેં રિકવર થવા માટે ઘણાં ઈંજેક્શન લીધા હતા. એ તબક્કો ખૂબ જ પીડાદાયક હતો. રોજેરોજ હું ઈંજેક્શન લેતી હતી અને તે એટલા પીડાદાયક હતા કે હું ડૉક્ટરને કહેતી હતી કે ઈંજેક્શનનો કોઈ વિકલ્પ સૂચવો. પરંતુ તેમણે કીધું હતું રે, મારું સ્વાસ્થ્ય એટલું ખરાબ છે કે, ઈંજેક્શનનો જ લેવા પડશે તો જ અસર થશે, તેમ તેણે વધુમાં ઉમેર્યું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.