Western Times News

Gujarati News

ઉતાર-ચઢાવની વચ્ચે જેનિફર મિસ્ત્રી બંસીવાલ ફોઈ બની

મુંબઈ, સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશનભાભીનો રોલ કરીને ખ્યાતિ મેળવનારી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલ છેલ્લા થોડા મહિનાઓથી મેકર્સ સામે તેણે કરેલા આક્ષેપોને લીધે ચર્ચામાં છે.Jennifer Mistry Bansiwal of tmkoc fame

જેનિફરે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી પર શારીરિક ત્રાસ આપવાનો જ્યારે પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. જેનિફરે પોલીસ સમક્ષ ફરિયાદ કરીને પોતાનું નિવેદન નોંધાવ્યું છે.

પાછલા કેટલાય મહિનાઓથી જેનિફરના જીવનમાં ઉતાર-ચઢાવ ચાલી રહ્યા છે. પહેલા તેના ભાઈનું અવસાન થયું અને પછી શો છોડીને મેકર્સને ખુલ્લા પાડવાનું બીડું તેણે ઝડપ્યું. આ બધા વચ્ચે તેના જીવનમાં થોડી ખુશીઓની ક્ષણ આવી છે. જેનિફર મિસ્ત્રી ફોઈ બની ગઈ છે. જેનિફર મિસ્ત્રીના જે ભાઈનું ગત વર્ષે અવસાન થયું હતું તેની ગર્ભવતી પત્નીએ દીકરીને જન્મ આપ્યો છે. જેનિફરે આ બાળકીનું નામકરણ કર્યું છે અને તેનું નામ એક્ટ્રેસ ઓનસ્ક્રીન પાત્ર સાથે કનેક્શન ધરાવે છે..

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી જેનિફરે એક વિડીયો શેર કર્યો છે જેમાં તે ભત્રીજાનું નામકરણ કરતી અને પરિવાર સાથે હળવાશભર્યો સમય વિતાવતી જાેવા મળે છે. આ વિડીયો શેર કરતાં જેનિફરે લખ્યું, રોશનારા…મારી ભત્રીજી રોશનારાને મળો, તેનો જન્મ એપ્રિલ ૨૦૨૩માં થયો છે. મારા ભાઈ રોનાલ્ડ મિસ્ત્રીનું ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ અવસાન થયું અને તેના એક અઠવાડિયા પછી અમને ખબર પડી કે ભાભી પ્રેગ્નેન્ટ છે.

તેના અવસાન પછી અમારી જિંદગીમાં ઉથલપાથલ સર્જાઈ ગઈ પરંતુ આ નાનકડી પરી અમારા જીવનમાં ખુશીઓ અને આશા લઈને આવી છે. મારો ભાઈ માલૂ પિતા બનવાની ઈચ્છા રાખતો હતો અને કાશ તે આને જાેવા માટે અહીં હોત. મેં તેનું નામ રાશના રાખ્યું હતું પરંતુ મારા ભાભીએ કંઈક બીજું વિચારવાનું કીધું અને રોશનારા નામ મનમાં આવ્યું.

બાદમાં મને મારા ભાઈની આત્મા તરફથી સંદેશ મળ્યો કે, તેણે તેને આ નામ આપ્યું છે કારણકે હું મારા રોશન ફોઈને ફેવરિટ હતી અને તેની દીકરી મારી ફેવરિટ બને એટલે તેને આ નામ આપવા માગતો હતો કારણકે લાંબા સમય સુધી હું પણ રોશન નામે ઓળખાઈ છું. મિસ્ત્રી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન.

આ દિવસ દેખાડવા માટે ઈશ્વરનો પાડ માનું છું. રોશનારા, જેનિ ફોઈ તને ખૂબ પ્રેમ કરે છે. ઉલ્લેખનીય છે કે, જેનિફર મિસ્ત્રીએ અગાઉ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેના ભાઈનું અવસાન થયું એ વખતે શોના મેકર્સે તેને રજા આપવામાં આનાકાની કરી હતી. એ વખતે તેને રૂપિયાની જરૂર હતી તો રૂપિયા પણ ઉપકાર કરતા હોય એ રીતે આપ્યા હતા. જેનિફર મિસ્ત્રીનું પેમેન્ટ શોના મેકર્સે લાંબા સમય સુધી અટકાવી રાખતાં જ તેણે તેમની સામે બાંયો ચડાવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.