Western Times News

Gujarati News

ભારતીયોને વિઝા મેળવવા લાગતા સમયની સમસ્યાનું નિરાકરણ લાવવા અમેરીકાની સંસદમાં માંગ

બી-1, બી-2 વિઝા મેળવવા માટે ભારતીયોને 600 દિવસ સુધી રાહ જોવી પડતી હોવાની અમેરિકી સાંસદોની રાવ: આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવા અમેરીકાની સંસદમાં માંગ ઉઠી

વોશીંગ્ટન, અમેરિકાનાં વિઝા મેળવવા માટે ભારતીયોએ લાંબી રાહ જોવી પડે છે. બી-1, બી-2 વિઝા માટે આવેદન કરનારા ભારતીયોને 450 થી 600 દિવસની રાહ જોવી પડે છે. આ મુદો હવે અમેરીકાની સંસદ સુધી પહોંચી ગયો છે.આ મુદો ત્યારે ઉછળ્યો છે જયારે ભારતનાં વડાપ્રધાન મોદી અમેરીકા આવી રહ્યા છે.

અમેરીકી સાંસદોએ ભારતીયો માટે અમેરીકાના વિઝા મેળવવા માટે લાગતા લાંબા સમયને લઈને સવાલો ઉઠાવ્યા છે. અને જણાવ્યું છે કે ભારત સૌથી મહત્વનો સહયોગી છે. આ પરિસ્થિતિમાં ઝડપથી આ સમસ્યાનું સમાધાન થવુ જોઈએ.

ભારતીયો માટે વિઝા વેઈટીંગ 600 દિવસ: અમેરીકાની સેનેટ ફોરેન રિલેશન કમીટીનાં ચેરમેન સેનેટર બોબ મેનેડેજ અને ઈન્ડીયા કોકસનાં સહ અધ્યક્ષ માઈકલ વોલ્ટઝે ભારતીયોને અમેરીકા વિઝા મળવામાં વિલંબ પર સવાલ ઉઠાવ્યા હતા. આ દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે અમેરીકી લોકોનાં ભારતીયો સાથે સારા સંબંધો છે હવે ભારત કવાડનો પણ ભાગ છે.

માઈકલ વોલ્ટઝે જણાવ્યું હતું કે માત્ર મારા રાજય ફલોરીડામાં ભારતીયોને મળતા વિઝામાં વિલંબના કારણે લગભગ 8 બીલીયન ડોલરનાં વેપારનું નુકશાન થયુ છે અને 250000 નોકરીઓને અસર થઈ છે. અમેરીકા વાણીજય દુતાવાસ મામલાની આસીસ્ટન્ટ સચીવ રીના બીટરે અમેરીકી સાંસદોને જણાવ્યુ હતું

કે ભારતીયોના વિઝા વેઈટીંગ ટાઈમ ઘટાડવા અનેક પગલા લેવાયા છે. ઐતિહાસીક રીતે પણ ભારતમાં હંમેશાથી વિમાની માંગ ખુબ જ રહી છે. આ વર્ષે ભારતીયોનાં 10 લાખ વિઝા પર ન્યાયીક નિર્ણય લેવાની આશા છે. ભારત સ્થિત અમેરીકી દુતાવાસ સ્ટાફની સંખ્યા પણ આ સમસ્યા નિવારવા વધારાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.