કૌટુંબીક ભાભીના પ્રેમમાં અંધ શખ્સે પત્નિનું ગળુ દબાવી દીધુું
દાહોદ, દાહોદ ઝાલોદ તાલુકાના મહુડી ગામે લુંટારુએ ૯ હજારના દાગીનાની લુંટ સાથે દંપતી પર કરેલા હુમલામાં પત્નીના મોતના પ્રકરણમાં એલસીબીએ પ્રેમ પ્રકરણનો ઘટસ્ફોટ કર્યો છે. કુટુંબી ભાભી એવી પ્રેમીકા સાથે મળીને પત્નીનો કાંટો કાઢવાના ગુનાઈત કાવતરાના ભાગરૂપે આ હત્યા કરાઈ હતી.
અકસ્માતમાં મારી નાખવામાં નિષ્ફળતા મળતાં ગળુ દબાવી પોતાનું પાપ છુપાવવા લુુંટનું તકરાટ રચ્યું હતું. ચાકલીયા પોલીસે બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ધોળા ખાખરામાં જ રહેતાં પિતરાઈ ભાઈની પત્ની રસીકા સાથે શૈલેષને દોઢેક વર્ષ પહેલાં સંબંધ બંધાયો હતો. રસીકા અંકલેશ્વર હતી અને શૈલેષ સુરત કામ કરતો હતો. ત્યારે અવાર-નવાર મળવા માટે જતો હતો. બંને વચ્ચેના સંબંધની જાણ પત્ની લલીતાને થઈ ગઈ હતી.
લલીતા મરે તો જ રસીકાને લવાય તેમ હોવાથી તેને મારી નાખવાનું નકકી કર્યું હતું. શનીવારે શૈલેષે સાઢુ ભાઈઓને ત્યાં લઈ જવાના બહાને લલીતાના બાઈક પર લઈને નીકળ્યો હતો. રસ્તામાં બાઈકનો અકસ્માત કરીશ મારવાનું કાવતરું બનાવ્યું હતું. મહુડીમાં હનુમાન દાદાના મંદીર નજીક તેણે બાઈક ખાડામાં ઉતારી દીધી હતી. બંને નીચીે પટકાતાં શૈલેષના ઘોઠણ છોલાઈ ગયા હતા.