Western Times News

Gujarati News

છોકરીના ધૂધધામથી લગ્ન બાદ પતિ કહ્યા વગર ઘરેથી ભાગી ગયો

નવી દિલ્હી, પ્યાર, મહોબ્બત અને લગ્ન, કોઈ પણ શખ્સના જીવનની એવી ક્ષણ છે, જેમાં તે ઢગલાબંધ સપના જાેઈ રાખે છે. ખાસ કરીને લગ્નનો ર્નિણય કર્યા બાદ કપલ્સ તેને લઈને ખૂબ જ સીરિયસ હોય છે. જાે કે, દરેક કેસમાં આવું નથી બનતું, કેમ કે હાલમાં જ ઓસ્ટ્રેલિયાની એક યુવકીએ પોતાનો અનુભવ શેર કર્યો છે, જેને જાણીને આપને પણ નવાઈ લાગશે.

રિપોર્ટ અનુસાર, ઈસાબેલ ગ્લાસ્ટનબરી નામની મહિલા એક અમેરિકી યુવકના પ્રેમમાં પડી. તે પ્રેમમાં એટલી આંધળી થઈ ચુકી હતી કે, કંઈ પણ જાેયા જાણ્યા વગર તે આ યુવક સાથે રહેવા લાગી, જ્યારે યુવક તેને દગો આપી રહ્યો હતો. હવે આ છોકરી પોતાની કહાની સંભળાવીને બીજા લોકોને સતર્ક કરી રહી છે.

ઈસાબેલ ગ્લાસ્ટનબરીની મુલાકાત વર્ષ ૨૦૧૫માં એક અમેરિકન છોકરા સાથે થઈ હતી. તેમણે એક બીજાને પસંદ કર્યા અને ધીમે ધીમે પ્રેમ આગળ વધવા લાગ્યો. તેમણે થોડા જ દિવસ બાદ સગાઈ કરી લીધી અને એક સાથે ઓસ્ટ્રેલિયા આવીને રહેવા લાગ્યા. ૩૧ વર્ષની ઈસાબેલની આંખો પર પ્રેમની પટ્ટી ચડેલી હતી અને તેણે પોતાના બોયફ્રેન્ડ સાથે ૨૮ લાખનો ખર્ચ કરીને શાનદાર લગ્ન કર્યા.

અત્યાર સુધીમાં બધું બરાબર ચાલતું હતું. ત્યાર બાદ ટિ્‌વસ્ટ આવ્યું. ઈસાબેલ જણાવે છેકે, તેના પતિના વીઝા જે દિવસે અપ્રુવ થયા, બંને તેને સેલિબ્રેટ કરવા માટે ડિનર પર ગયા, પણ જ્યારે તે પાછી આવી તો, ઘરનો નજારો બદલી ગયો હતો. પતિનો ૯૦ ટકા સામાન ગાયબ થઈ ચુક્યો હતો અને તે ખુદ જ પણ દેખાતો નહોતો.

જ્યારે તેણે પોતાના સંબંધીઓ સાથે વાત કરી તો, તેના વિશે કંઈ જાણતા ન હોવાની વાત કહી. તેણે ઈમિગ્રેશન અકાઉન્ટથી લઈને બધું જ બ્લોક કરી દીધા હતા અને કોઈ કોલ અથવા મેસેજનો જવાબ નહોત આપતો. વર્ષ ૨૦૨૧માં તેની એક મુલાકાત થઈ અને જાણવા મળ્યું કે, તે કોઈ બીજા સાથે શિફ્ટ થઈ ચુક્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.