Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પહેલાં શહેરીજનો ‘બસ-વિહોણા’ થઈ જશે

File

જનમાર્ગને ઈલેકટ્રીક બસો કેટલા વરસે મળશે તે અનિશ્ચિતઃ કમિશ્નરની જીદના કારણે એએમટીએસના ટેન્ડરમાં કોઈએ રસ ન દાખવ્યો : ભાજપ માટે ખતરાની ઘંટડી કમિશ્નર વગાડશે ?

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ર૦ર૦માં યોજાનાર ચૂટણી પહેલાં જ ભાજપા માટે ખતરાની ઘંટી વાગી રહી છે. મ્યુનિસિપલ શાસકો માટે કોંગ્રેસ કે કોઈ રાજકીય પક્ષ નહીં પરંતુ ખુદ મ્યુનિસિપલ કમિશ્નર જ ખતરાની ઘંટડી વગાડી શકે અથવા તો ખતરારૂપ સાબિત થાય એવા સ્પષ્ટ એંધાણ જાવા મળી રહ્યા છે. શહેરના નાગરીકો માટેે કાર્યરત જાહેર પરિવહન સેવા અપગ્રેડ થવાના બદલે ડી-ગ્રેડ થઈ રહી છે. કેન્દ્રની યુપીએ સરકારની ગ્રાંટમાંથી કાર્યરત થયેલ જનમર્ગ તેમજ આઝાદી પહેલાથી સડકો પર દોડી રહેલી ‘લાલ બસ’ની સેવામાં માર્ચ મહિના બાદ ઘટાડો થઈ શકે છે તથા ચૂંટણી પહેલાં જ નાગરીકો અને પરિવહન સંસ્થાઓ ‘બસ વિહોણા’ થાય એવી ચર્ચા ચાલી રહી છે.

કોંગ્રેસ સરકારે આપેલી ગ્રાંટમાંથી ર૦૦૮ થી કાર્યરત થયેલ જનમાર્ગમાં હાલ રપપ બસો છે. જે પૈકી રરપ થી ર૩પ બસો રોડ ઉપર મુકવામાં આવે છે. જેમાં કોન્ટ્રાક્ટ અને કિલોમીટરની દ્રષ્ટીએ પૂર્ણ થયેલ ચાર્ટર્ડ સ્પીડ પ્રા.લી.ની ૧૧પ બસનો પણ સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કમિશ્નરે ઈલેકટ્રીક બસ ખરીદવા માટે જાહેરાત કરી છે. તથા ૩૦૦ બસનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. જ્યારે બીજી ૩૦૦ બસના ટેન્ડર તૈયાર થઈ રહ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નરના દાવા મુજબ ટાટા કંપનીની ૩૦૦ બસો ૧૮૦ થી ર૪૦માં મળી જાય તે મુજબની શરત સાથે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.

સુત્રોએ જણાવ્યા અનુસાર ટાટાને ઓર્ડર આપ્યો તેને ૩૦ દિવસ પૂર્ણ થઈ ગયા છ. તેથી મોડામાં મોડા ફેબ્રુઆરી કે માર્ચ માસના અંતમાં બસ મળવી જરૂરી છે. પરંતુ દેશની કોઈપણ ઈલેકટ્રીક બસના પૂર્ણરૂપથી ઉત્પાદન શરૂ કર્યા નથી. જનમાર્ગ લીમીટેડે અશોક લેલેન્ડ કંપનીને બે વર્ષ પહેલાં પ૦ બસનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેની સામે હજુ સુધી માત્ર ૧૮ બસ જ મળી છે. બસોની ડીલીવરીમાં વિલંબ થવા બદલ લેલેન્ડ કંપનીને પાંચ વખત નોટીસ આપવામાં આવી છે. તથા ત્રણ વખત મીટીંગ પણ થઈ છે. તેમ છતાં કંપની સમયસર ડીલીવરી કરી શકી નથી. તેથી અશોક લેલેન્ડ કંપની બે વર્ષમાં પ૦ બસ પણ આપી શકતી ન હોય તો ટાટા કંપની ર૪૦ દિવસમાં ૩૦૦ બસની ડીલીવરી કેવી રીતે આપશે? એ પણ એક પ્રશ્ન છે.

જનમાર્ગમાં પુરતી બસો ન હોવાથી તેમજ ઈલેકટ્રીક બસોની ડીલીવરી સમયસર મળવા સામે પ્રશ્નાર્થ હોવાના કારણે જ ચાર્ટર્ડ સ્પીડ પ્રા.લી.ની ૧૧પ બસોને સ્ક્રેપ કરવામાં આવતી નથી. મ્યુનિસિપલ કમિશ્નર અને શાસક પક્ષ ચાર્ટર્ર સ્પીડની ૧૧પ બસોની વર્તમાન પરિસ્થિતિથી  સારી રીતે માહિતગાર હોવા છતાં નાગરીકોની જીંદગી સાથે ચેડા કરી રહ્યા છે. તથા ચાર્ટર્ડ સ્પીડની બસો દોડાવી રહ્યા છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્ય્‌ુ હતુ.

અમદાવાદ શહેરની આગવી ઓળખ એવી ‘લાલ બસ’ નું અÂસ્તત્વ પણ નામશેષ થવાની તૈયારીમાં છે. ર૦૦પમાં ભાજપાએ પુનઃ સતા સંભાળ્યા બાદ એક હજાર બસની જાહેરાત કરી હતી. જે ૧૪ વર્ષ થયા બાદ પણ માત્ર જાહેરાત જ રહી છે. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ પાસે સ્વ-માલિકીની ૧૩૧ બસો કે જેને ટૂંક સમયમાં જ સ્ક્રેપ કરવામાં આવશે. સંસ્થા દ્વારા ૩૦૦ બસના ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં માત્ર એક જ સંસ્થાએ રસ દાખવ્યો હતો. દેશની નામાંકિત કંપનીઓએ ૩૦૦ બસ માટે ટેન્ડર ભર્યા ન હોતા. જેના માટે મ્યુનિસિપલ કમિશ્નરની ખોટી જીદેન કારણેરૂપ માનવામાં આવે છે.


સુત્રોએ જણાવ્યુ હતુ કે તાત્કાલિન ટ્રાન્સપોર્ટ મેનેજર રાકેશ શંકર તથા મ્યુનિસિપલ કમિશ્નરે એલપીઓફ મોડેલની માંગણી કરી હતી. મતલબ કે ટાયરની આગળ દરવાજાની માંગણી કરી હતી. સીએનજી બસના કોઈપણ ઉત્પાદક આ પ્રકારની બસ બનાવતા નથી. પરંતુ તત્કાલિન ટ્રાન્સપોર્ટ મેેનેજર અને મ્યુનિસિપલ કમિશ્નરે એલપીઓ મોડેલની જીદ પકડી રાખી હતી. તથા આ પ્રકારની ૩૦૦ બસનું અલગથી ઉત્પાદન કરવા કંપનીઓને જણાવ્યુ હતુ. ટાટા, લેલેન્ડ, આઈશર સહિતની કંપનીઓએ આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીગ કરી હતી તથા સ્પષ્ટ સમજાવ્યુ હતુ કે અલગથી એલપીઓ મોડેલની બસનું ઉત્પાદન કરવામાં આવે તો પણ ‘ઓટો રીસર્ચ ઈન્સ્ટીટયુટનું એપૃવલ મળવામાં ૬ થી ૧ર મહિના જેટલો સમય થાય એમ છે.

માર્ચ મહિના બાદ યુરો૬ સિવાયની કોઈપણ ગાડીનું ઉત્પાદન થઈ શકે તેમ નથી. તમામ કંપનીઓએ ઉત્પાદન લગભગ બધ કર્યા છે. તેથી ૩૦૦ સીએનજી બસના ટેન્ડર અભરાઈએ મુકવામાં આવ્યા છે. ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા નવા ટેન્ડર જાહેર કરવામાં આવે તો પણ યુરો૬ પ્રકારની બસો મળવામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે તેમ છે. જેની સામે સંસ્થાની બસો સ્ક્રેપ થઈ જશે તેથી હાલ જે ૭૦૦ બસો દોડી રહી છે તેમાં પણ ઘટાડો થશે. ટ્રાન્સપોર્ટ ચેરમેન અતુલ ભાવસારે આ મુદ્દે ખાસ કમિટીની રચના કરી છે. તથા ચૂંટણી પહેલાં ૩૦૦ બસ સંસ્થાને મળે એવા પ્રયાસ શરૂ કર્યા છે. જ્યારે મ્યુનિસિપલ હોદ્દેદારો હજી સુધી કમિશ્નર પર જ ભરોસો રાખીને બેસી રહ્યા છે તથા ચાર્ટર્ડ સ્પીડની બસો દોડાવીને સંતાષ માની રહ્યા છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.