Western Times News

Gujarati News

બિપોરજોય દરિયાકાંઠાના ૪૪૧ ગામોને પ્રભાવિત કરશે

અમદાવાદ, રાજ્ય સરકારના અંદાજ મુજબ આઠ દરિયાકાંઠાના જિલ્લાઓના ૪૪૧ ગામોમાં આશરે ૧૬. ૭૬ લાખ લોકો સાયક્લોન બિપોરજાેયથી પ્રભાવિત થવાની ધારણા છે. બિપોરજાેય અત્યારે ગુજરાતના દરિયાકાંઠાથી લગભગ ૩૦૦ કિમી દૂર સ્થિત છે, તે ૧૫ જૂને કચ્છમાં લેન્ડફોલ કરે તેવી આગાહી કરવામાં આવી છે. Biparjoy will affect 441 coastal villages

સોમવારે, વેરાવળ તાલુકામાં ૧૨૨ મીમી, સુત્રાપાડામાં ૧૧૮ મીમી, કેશોદ અને માળીયા હાટીનામાં ૮૫ મીમી અને માંગરોળમાં ૭૭ મીમી, અન્ય વિસ્તારોમાં ૭૭ મીમી નોંધાયા સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.

એકંદરે, સોમવારે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૫૭ તાલુકાઓમાં ૧mm કે તેથી વધુ વરસાદ નોંધાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પોર્ચ મિનિસ્ટર સર્બાનંદ સોનોવાલે તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાને વરિષ્ઠ અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે તે સુનિશ્ચિત કરવા અને તમામ આવશ્યક સેવાઓ જેમ કે પાવર, ટેલિકોમ્યુનિકેશન, વગેરેની જાળવણી સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવિત પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.

આરોગ્ય, પીવાનું પાણી, વગેરે, અને તેમને થયેલા નુકસાનની સ્થિતિમાં તરત જ આ પ્રાથમિક સુવિધાઓને પુનઃસ્થાપિત કરવામાં આવે એની વ્યવસ્થાની ખાતરી કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક બોલાવી હતી. સોમવારે સાંજ સુધીમાં ૩,૨૪૩ સોલ્ટ વર્કર્સ સહિત ૬,૮૨૭ લોકોને ચક્રવાતથી સૌથી વધુ અસર થવાની ધારણા ધરાવતા આઠ જિલ્લાઓમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

રાજ્યના સમગ્ર વિસ્તારમાં વ્યૂહાત્મક રીતે સ્થિત માર્ગ અને મકાન, વીજળી અને આરોગ્ય વિભાગની ટીમો સાથે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૨૧ ટીમો અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૧૩ ટીમો તૈનાત કરી દેવાઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.