Western Times News

Gujarati News

મોરબી ખાતે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા તરકડામહુડી ના વિક્રમનો પરિવારે કબજો મેળવ્યો

મોરબી ખાતે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલ વિક્રમની દફનવિધિ કરાઇ 

6 મૃતકોના ખેતર પાસે વિક્રમના ખેતરમાં તેની દફનવિધિ કરવામાં આવી 

પ્રતિનિધિ સંજેલી :સંજેલી તાલુકાના કડા મહુડી ગામના વિક્રમની ગુરૂવારના રોજ ટ્રેન અકસ્માતમાં મોત થઈ હોવાની પોલીસને જાણ થતાં પોલીસે ગામના સરપંચને જાણ કરી હતી જે બાદ વિક્રમના પિતરાઇ ભાઇના ઘરે 6ના ગળા કાપી હત્યાની જાણ થતાં ભારે પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી પરિવાર દ્વારા મોરબીથી વિક્રમની લાશનો કબજો મેળવી રવિવારના રોજ વિક્રમના ખેતરમાં તેની દફનવિધિ કરવામાં આવી હતી

 દાહોદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કાળજું કંપાવી નાખે તેવી સંજેલી તાલુકાના કડા મહુડી ગામે છ સભ્યોની ગળા કાપી કરપીણ હત્યા કરવામાં આવી છે ત્યારે તેના પિતરાઈ ભાઈની પણ ગુરૂવારના રોજ મોરબી ખાતે ટ્રેન અકસ્માતમાં મોતને ભેટ્યો હતો જ્યારે ભરત પલાસ ના પરિવારને શનિવારના રોજ દફનવિધિ કરી પરિવાર દ્વારા મોરબી ખાતે કોલ્ડ સ્ટોરેજમાં ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા વિક્રમની લાશનો કબજો મેળવી તેને પોતાના વતન ટકા મહુડી ખાતે આજે બપોરે લાવવામાં આવ્યા હતા જ્યાં વિક્રમની લાશને પણ પોતાના પિતરાઈ ભાઈના પાસે વિક્રમના ભાગના  આવેલ ખેતરમાં તેને દફનવિધિ કરવામાં આવી હતી જ્યારે તરકડામહુડી  ખાતે આવો મોટો હત્યાકાંડ સર્જાયો તે માત્ર એક જ વ્યક્તિ થી હત્યા થઇ શકે તેવું શક્ય નથી

આમાં બીજા બેથી વધુ માણસો હોય તેઓ પંથકમાં ચર્ચાઈ રહ્યું છે તમામ છ સભ્યોનું એકી સાથે ફિલ્મી ઢબે ઝટકા કઈ રીતે મારવા તેમજ એક જ જગ્યાએ ગળા કાપવા આવી મોટી ઘટનાને કેવી રીતે અંજામ આપવુ તે પણ એક મોટો સવાલ પેદા કરે છે તેમજ આવા ગરીબ કુટુંબને શા માટે માસૂમ બાળકો સહિત હત્યા કરવામાં આવી તેની પાછળનું પગેરૂં પણ હજી જાણવા મળતું નથી હાલ તો જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ ગામમાં વિવિધ ટીમો બનાવી તપાસ આદરી છે જેમાં આ પરિવાર સાથે અગાઉ જમીન જમીન બાબતના કેસોને લઇ પણ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે પોલીસને પણ હંફાવી નાખે તેવા આયોજનપૂર્વક આવી મોટી હત્યાને અંજામ આપનાર કોણ હશે તેની દિશામાં પણ પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે

અડતાલીસ કલાક જેટલો સમય વીતી ગયો છતાં પણ પોલીસને હજુ કોઇ કડી હાથમાં લાગી નથી ત્યારે પોલીસ માટે પણ આ હત્યાના ગુનાઓને શોધવો બહુ મુશ્કેલ છે હાલ તો સંતરામપુરથી અમદાવાદ સુધીની વિક્રમ પાસેથી બસની ટિકિટ મળી આવી છે ત્યારે પ્રાથમિક માહિતી અનુસાર તરકડા મહુડી ગામે ભરતના પરિવારની હત્યા વિક્રમે જ કરી હોવાની શંકા પોલીસ બેડામાં સેવાઇ રહી છે

જો વિક્રમના ખિસ્સામાંથી સંતરામપુરથી અમદાવાદ સુધીની બસ ટિકિટ મળી આવી છે ત્યારે અમદાવાદથી મોરબી સુધી તે ટ્રેનમાં ગયો છે કે બસમાં ગયો છે એ પણ એક મોટો સવાલ છે અને મોરબી જઈને જ ટ્રેન સાથે અકસ્માત કરવો તેનું રહસ્ય પણ અકબંધ છે

ભરતના પરિવારોને દફન વિધિ બાદ પરિવાર દ્વારા વિક્રમની લાશનો કબ્જો મેળવવા મોરબી ખાતે આવેલા કોલ્ડ સ્ટોરેજમાં રાત્રીના1વાગ્યે પહોંચી લાશનો કબજો મેળવી પ્રાઈવેટ એમ્બ્યુલન્સમાં પોતાના વતને લાવી તેની દફનવિધિ કરવામાં આવી હતી જ્યારે વિક્રમ પાસેથી સીમ વગરનો મોબાઇલ પણ મળી આવ્યો હોવાનું સૂત્રો પાસેથીજાણવા મળ્યું હતું    લાશ લઈ આવેલી પ્રાઇવેટ એમ્બ્યુલન્સને ભાડું પણ કિલોમીટરે દસ પ્રમાણે 9200 ચૂકવવામાં આવ્યા છે      પલાશ ભીખાભાઇ કુટુંબીજન

જ્યારે સૂત્રો પાસેથી ટેલિફોનિક વાત દરમિયાન  મળતી માહિતી મુજબ તરકડામહુડી ગામે પિતરાઇ ભાઇના પરિવારનું ગળું કાપી  વિક્રમેજ હત્યા કરી મોરબી નજીક જાતે ટ્રેન નીચે હત્યા પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું  અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે વિક્રમના પાસેથી મળેલી એસટી બસની ટિકિટ તેમજ છ 6 ની થયેલી હત્યાનું લોહી કાળો પડી જવું જેવી પ્રાથમિક તપાસના આધારે શંકા સેવાઇ રહી છે
Copyright © All rights reserved. | Developed by Aneri Developers.