Western Times News

Gujarati News

વાવાઝોડાના પગલે કચ્છમાં વિજતંત્ર એકશન મોડમાં

બિપોરજોય વાવાઝોડુ કચ્છમાં દરીયાકાંઠે ત્રાટકવાની આગાહી વચ્ચે વિજતંત્ર ગમે તેવી સ્થિતિનો સામનો કરવા સજજ બન્યુ છે. વાવાઝોડા પૂર્વે જ વિજ તંત્રને વ્યાપક નુકશાન થઈ જ ગયું છે. 2500 વિજ થાંભલા જમીનદોસ્ત થઈ ગયા છે.

સાયકલોન બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં વીજપૂરવઠો પુર્વવત કરવા તથા ખાનાખરાબીને પહોંચી વળવા જિલ્લા અને જિલ્લા બહારની ટીમો કચ્છમાં તૈનાત કરાઇ

પશ્ચિમ ગુજરાત વિજ કંપનીનાં (PGVCL) સતાવાર રીપોર્ટ પ્રમાણે આજે સવાર સુધીમાં 1487 ફીડર ફોલ્ટ થયા હતા. જામનગરમાં સૌથી વધુ 440 ફીડર, ભુજમાં 218, જુનાગઢમાં 138, પોરબંદરમાં 126, તથા અમરેલીમાં 159 ફીડર ફોલ્ટ થયા હતા.

તેમાં જયોતિગ્રામના બાવન તથા એગ્રીકલ્ચરના 1423 ફીડરનો સમાવેશ થતો હતો. છ ઔદ્યોગીક ફીડર પણ ફોલ્ટમાં ગયા હતા તેમાં રાજકોટ ગ્રામ્યના એક, મોરબીમાં એક, ભુજમાં 3, અંજારના એક ફીડરનો સમાવેશ થતો હતો.

સૌરાષ્ટ્ર-કચ્છના કુલ 179 ગામડાઓમાં વિજ પુરવઠો કપાયો હતો. તેમાં સૌથી વધુ 82 ગ્રામ્ય જામનગરનાં હતા. ભુજના 40, પોરબંદરનાં 33, ગામોનો સમાવેશ થાય છે. 2500 જેટલા થાંભલાને નુકશાન થયુ હતું.જામનગરમાં સૌથી વધુ 889, જુનાગઢમાં 572, પોરબંદરમાં 409, અમરેલીમાં 194 થાંભલા ધરાશાયી થયા હતા.

રાજકોટ ગ્રામ્યમાં 138 થાંભલા ધરાશાયી થયા હતા. પીજીવીસીએલમાં 140 ફરીયાદો થઈ હતી તેમાંથી 116 નો નિકાલ બાકી હતો. બિપોરજોય વાવાઝોડા પુર્વે જ વિજતંત્રના વ્યાપક નુકશાન છે. વાવાઝોડાના લેન્ડફોલ બાદ તે જ વધી શકે છે ત્યારે જ વિજતંત્ર દ્વારા આગોતરી તૈયારી કરવામાં આવી છે.

પીજીવીસીએલના એમ.ડી. એમ.જે.દવેએ વાતચીતમાં કહ્યું કે રાજયની અન્ય વિજ કંપનીઓમાંથી 40 ટીમો મંગાવવામાં આવી છે. કુલ 1240 ટીમો તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડામાં સૌથી વધુ સંભવિત અસરકર્તા ક્ષેત્રોમાં ટીમોની વધુ સંખ્યા રાખવામાં આવી છે. કચ્છ, જામનગર, દ્વારકા જેવા ક્ષેત્રોમાં વધુ ટીમો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.