Western Times News

Gujarati News

મોડાસામાં હૈદરાબાદની ડોક્ટર પ્રિયંકા ચતુર્વેદીના આરોપીઓને ફાંસીની માંગ

ભારતના લોકોમાં હાલમાં હૈદરાબાદ રેપ કાંડના લીધે લોકોમાં ચોમેર રોષ જોવા મળ્યો છે. પશુ ડોક્ટર પ્રિયંકાની જે હાલત કરવામાં આવી એ નરાધમોને ફાંસી આપવાની માગ કરવામાં આવી રહી છે. એક મહિલા ડોક્ટરને ગેંગરેપ કરીને જીવતી સળગાવી દેવાની ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે અને આ ઘટના સામે દેખાવો શરૂ થઈ ગયા છે.
સોશ્યલ મીડિયા પર પણ મહિલાને ન્યાય મળે તે માટે મેસેજનો મારો શરૂ થઈ ગયો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ અગમ ફાઉંડેશન દ્રારા રામ પાર્ક ચોકમાં કેન્ડલ લાઇટ  સાથે પ્રદર્શન પણ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાયા હતા અને જે પણ આરોપીઓ છે તેમની સામે આકરા પગલા લેવાની માગણી કરી હતી.
Copyright © All rights reserved. | Developed by Aneri Developers.